હેપી બર્થડે ઋતિક રોશન: બોલિવૂડના 'ગ્રીક ગોડ'ની જબરદસ્ત છે 'પાપા સ્ટાઈલ'

Jan 10, 2018, 09:19 AM IST
1/8

બોલિવૂડ સ્ટાર ઋતિક રોશનનો આજે 44મો જન્મદિવસ છે. અત્રે જણાવવાનું કે ઋતિક રોશન એક ઉત્તમ અભિનેતા અને ડાન્સર હોવાની સાથે સાથે એક સારો પિતા પણ છે. તેણે વર્ષ 2000માં સુજેન ખાન સાથે લગ્ન કર્યા હતાં અને તેમના બે બાળકો રિહાન અને રિધાન છે. 

2/8

અત્રે જણાવવાનું કે ઋતિક અને સુજેન બોલિવૂડના આઈડિયલ કપલ ગણાતા હતાં પરંતુ બંનેએ વર્ષ 2013માં ડિવોર્સનો નિર્ણય લીધો અને 2014માં તેઓ છૂટા પડી ગયાં.   

3/8

ત્યારબાદ ઋતિક તેના બાળકો સાથે હંમેશા ક્વોલિટી ટાઈમ પસાર કરતો જોવા મળે છે. તે સોશિયલ મીડિયા પર બાળકો સાથેની તસવીરો શેર કરે છે. એટલું જ નહીં પરંતુ તે પત્ની સુજેન અને બાળકો સાથે ફેમિલી લંચ કે ડિનર ઉપર પણ જાય છે. 

4/8

ઋતિક બાળકો અને એક્સ પત્ની સુજેન સાથે વેકેશન માણવા પણ જાય છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે તે એક ખુબ સારા અભિનેતા હોવાની સાથે સાથે એક સારો પિતા પણ છે.

5/8

અત્રે જણાવવાનું કે ગત વર્ષે જ્યારે ઋતિક રોશનનો કંગના રનોટ સાથે વિવાદ થયો હતો ત્યારે તેનો પરિવાર, બાળકો અને એક્સ પત્ની સુજૈને તેનો ખુબ સપોર્ટ કર્યો હતો. 

6/8

ઋતિકે પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત આમ તો બાળપણથી કરી નાખી હતી અને ભગવાનદાદા સહિત અનેક ફિલ્મોમાં બાળકલાકાર તરીકે જોવા મળ્યો હતો. પરંતુ બોલિવૂડમાં લીડ અભિનેતા તરીકે કહો ના પ્યાર હૈ ફિલ્મથી પર્દાપણ કર્યુ હતું. આ ફિલ્મને ડિરેક્ટ ઋતિક રોશનના પિતા રાકેશ રોશને કરી હતી અને ફિલ્મ સુપરડુપર હીટ રહી હતી.

7/8

ઋતિક રોશન જલદી ફિલ્મ સુપર 30માં જોવા મળશે. આ ફિલ્મમાં તે ગણિતિજ્ઞની ભૂમિકામાં જોવા મળશે  

8/8

આ ફિલ્મની કહાની બિહારના આનંદકુમારના જીવન પર આધારિત છે. આજે તેના જન્મદિવસે ઋતિકને ખુભ ખુબ શુભકામનાઓ (ફોટો સાભાર-તમામ તસવીરો ઋતિક રોશનના ઈ્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.)