બર્થડે સ્પેશિયલ: એક દુર્ઘટનાએ બદલી નાખી હતી 'ડિમ્પલગર્લ'ની આખી જિંદગી

Jan 31, 2018, 08:20 AM IST
1/5

Preity Zinta

Preity Zinta

વીર ઝારા, કલ હો ન હો, કોઈ મિલ ગયા, કભી અલવિદા ન કહેના, જેવી ફિલ્મોમાં જોવા મળેલી બોલિવૂડ અભિનેત્રી પ્રિટી ઝિંટા તેના ગાલો પરના ખુબસુરત ડિમ્પલ અને માસૂમ ચહેરાથી લોકોને દિવાના બનાવી ચૂકી છે. તેણે બોલિવૂડને અનેક સારી ફિલ્મો આપી છે. આજે પ્રિટી પોતાનો જન્મ દિવસ મનાવી રહી છે. તે તેલુગુ, તમિલ, અને પંજાબી ફિલ્મ ઉદ્યોગનું જાણીતુ નામ છે. તેની પહેલી ફિલ્મ દિલ સે હતી. જેના માટે તેને બેસ્ટ ડેબ્યુ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ આવેલી 2003ની ફિલ્મ કલ હો ન હો માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. (ફોટો સાભાર પ્રિટી ઝિંટા ફેસબુક)

2/5

Preity Zinta

Preity Zinta

પ્રિટીનો જન્મ 31 જાન્યુઆરી 1975ના રોજ હિમાચલ પ્રદેશના શિમલામાં થયો હતો. તેની માતાનું નામ નીલપ્રભા હતું અને પિતા દુર્ગાનંદ ઝિંટા સૈન્ય અધિકારી હતા. પ્રિટી જ્યારે 13 વર્ષની હતી ત્યારે જ તેના માથેથી પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ હતી. એક કાર અકસ્માતમાં પિતાનું મોત થયું હતું. આ અકસ્માતના આઘાતમાં માતા બે વર્ષ સુધી પથારીમાં હતાં. આ કાર અકસ્માતે પ્રિટીના જીવનને બદલી નાખ્યું હતું. હસતી, રમતી, મોજ કરનારી પ્રિટીના માથે ઘરની જવાબદારીઓ આવી ગઈ હતી. પ્રિટીના બે ભાઈ પણ છે દીપાંકર અને મનીષ. દીપાંકર પ્રિટીથી મોટા છે. તેઓ ભારતીય આર્મીમાં અધિકારી છે, જ્યારે મનીષ તેનાથી નાનો છે અને કેલિફોર્નિયામાં રહે છે. અભિનેત્રીએ પ્રાથમિક શિક્ષા શિમલાની કોન્વેન્ટ ઓફ જીઝસ એન્ડ મેરી બોર્ડિંગ સ્કૂલમાં પૂરી કરી છે. (ફોટો સાભાર પ્રિટી ઝિંટા ફેસબુક)

3/5

Preity Zinta

Preity Zinta

બોર્ડિંગ સ્કૂલમાં ભલે તેને એકલું લાગતું હતું પરંતુ તેણે એમ પણ કહ્યું છે કે ત્યાં તેને ઘણા સારા મિત્રો મળ્યાં. તે ખુબ હોશિયાર વિદ્યાર્થીની હતી. તેને સાહિત્ય ભણવું ખુબ ગમતું હતું. પોતાના ફ્રિ સમયમાં તે બાસ્કેટબોલ રમવા માંગતી હતી. શાળાનું ભણતર પૂરું થયા બાદ તેણે સેન્ટ બેડેઝ કોલેજમાંથી અંગ્રેજીમાં ઓનર્સ કર્યું. ત્યારબાદ મનોવિજ્ઞાનમાં એમએની ડિગ્રી મેળવી. પ્રિટીએ મોડલિંગમાં નસીબ અજમાવ્યું. આ દરમિયાન એક મિત્રની જન્મદિવસની પાર્ટીમાં તેની મુલાકાત એક દિગ્દર્શક સાથે થઈ અને તેમણે પ્રિટીને પોતાની એડ એજન્સીમાં એક જાહેરાત કરવાની સલાહ આપી. ત્યારબાદ પ્રિટીએ અનેક જાહેરાતો કરી જેમાં લિરિલ સાબુ અને પર્ક ચોકલેટ સામેલ છે. (ફોટો સાભાર પ્રિટી ઝિંટા ફેસબુક)

4/5

Preity Zinta

Preity Zinta

પ્રિટીની ફિલ્મ કેરિયરની શરૂઆત શેખર કપૂર દ્વારા નિર્દેશિત તારા રમ પરમપમથી થવાની હતી. જેમાં તેની સાથે ઋતિક રોશન હતો પરંતુ આ ફિલ્મ કોઈ કારણસર બની શકી નહીં. ત્યારે શેખર કપૂરે મણિરત્નમને શાહરૂખ ખાન અને મનીષા કોઈરાલા વાળી ફિલ્મ દિલ સેમાં પ્રિટીને લેવાનો આગ્રહ કર્યો. ત્યારે પ્રિટી સહઅભિનેત્રી તરીકે જોવા મળી હતી. આ ફિલ્મમાં તે માત્ર 20 મિનિટ માટે જોવા મળી હતી. પરંતુ તેણે પોતાના 20 મિનિટના અભિનયથી લોકોના મન પર છાપ છોડી. આ ફિલ્મમાં તેને સારા અભિનય માટે ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યુ ફિમેલનો એવોર્ડ મળ્યો હતો. તેની લીડ અભિનેત્રી તરીકે પહેલી ફિલ્મ સોલ્જર હતી. જેમાં તેની સામે બોબી દેઓલ હતો. તે વર્ષની સોલ્જર ફિલ્મ સુપરહીટ સાબિત થઈ હતી. (ફોટો સાભાર પ્રિટી ઝિંટા ફેસબુક)

5/5

Preity Zinta

Preity Zinta

ત્યારબાદ તેણે સંઘર્ષ, મિશન કાશ્મીર, અરમાન, ફર્ઝ, યે રાસ્તે હે પ્યાર કે, કોઈ મિલ ગયા, દિલ ચાહતા હૈ, સલામ નમસ્તે, કભી અલવિદા ન કહેના, દિલ સે, ઈશ્ક ઈન પેરિસ, ક્યા કહેના, દિલ હૈ તુમ્હારા, જેવી ફિલ્મોમાં કામ કર્યું. ટેલિવિઝન કેરિયરની શરૂઆત ટીવી ચેનલ કલર્સ પર પ્રસારિત થનારા રિયાલિટી શો ગિનીઝ વર્લ્ડ રેકોર્ટ- અબ ઈન્ડિયા તોડેગાથી કરી કરી હતી. આ શોમાં તે જજ તરીકે જોવા મળી હતી. વર્ષ 2015માં નૃત્ય આધારિત રિયાલિટી શો નચ બલિયેમાં પણ તે જજની ટીમમાં જોવા મળી હતી. હાલ તે આઈપીએલની કિંગ્સ ઈલેવન પંજાબ ટીમની સહ માલિકણ છે. હાલમાં જ આઈપીએલની 11મી સીઝનની હરાજી થઈ ત્યારે તે પહેલા દિવસે જોવા મળી હતી. (ફોટો સાભાર પ્રિટી ઝિંટા ફેસબુક) ઈનપુટ (IANSમાંથી)

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close