pics રાજ્યભરમાં હોળી-ધૂળેટીની ધૂમ, ક્યાંક ટામેટાથી તો ક્યાંક કાદવમાં રમાઈ હોળી, યુવાધન હિલોળે ચઢ્યું

Mar 2, 2018, 12:37 PM IST

હોળી-ધૂળેટીનો તહેવાર દેશભરમાં અને અમદાવાદ સહિત રાજ્યભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ખાસ કરીને યુવાધન હિલોળે ચઢ્યું છે. અમદાવાદમાં પણ યુવાઓ રંગોના તહેવારમાં મસ્ત થઈ ગયેલા જોવા મળ્યાં. ઠેરઠેર ધૂળેટીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્યાંક ટામેટાથી હોળી રમાઈ તો ક્યાંક કાદવમાં હોળી રમાઈ. ક્યાંક રેન ડાન્સ સાથે હોળીની ઉજવણી થઈ. અહીં ખાસ તસવીરો તમારા માટે રજુ કરવામાં આવી છે. તસવીરોમાં જુઓ રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી.

1/9

અમદાવાદની YMCA ક્લબમાં ધૂળેટીની ઉજવણીનું કરાયુ આયોજન  

2/9

વડોદરામાં ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરાઈ.

3/9

અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ રંગોના તહેવારની ઉજવણી કરવામાં આવી. ભગવાન જગન્નાથને નવા વાઘા પહેરાવીને શણગાર કરવામાં આવ્યો અને મંદિર પરિસરમાં ભક્તોએ ગુલાલ ઉડાડીને ઉજવણી કરી.

4/9

આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ. પણ મહેસાણાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહી પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે. આ શહેરમાં છેલ્લા 1૦૦ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે.  જો કે, હવે ખાસડા સાથે શાકભાજી પણ મારવામાં આવે છે. કહેવાય છે કે, આ ઉજવણી દરમિયાન જેને ખાસડુ વાગે તેનું સમગ્ર વર્ષ સારૂ જાય છે.

5/9

 રેન ડાન્સ, ટામેટા દ્વારા ધૂળેટીની ઉજવણી થઈ. લોકોએ હોશભેર ભાગ લીધો અને રંગોના તહેવારને માણ્યો.

6/9

અમદાવાદમાં લા ટોમેટીનો ગ્રુપ દ્વારા ધૂળેટીની ઉજવણી કરવા માટે આયોજન કરવામાં આવ્યું.

7/9

કાદવમાં હોળીનો આનંદ લેતા લોકો  

8/9

મડમાં આળોટીને આનંદ માણ્યો. એકબીજા પર રંગો લગાવીને ધૂળેટીની ઉજવણી કરી.

 

9/9

સુરતમાં વેસુ વિસ્તારમાં મડહોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં યુવાઓ અને નાના ભૂલકાઓએ તેમાં ભાગ લીધો.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close