એરબેગ અને મ્યૂઝિક સિસ્ટમથી લેસ છે Hondaની આ બાઈક, કિંમત જાણીને ચોંકી જશો

Feb 10, 2018, 02:45 PM IST
1/6

auto expo 2018, auto expo, honda super bike, honda goldwing, super bike goldwing, honda bikes in auto expo

ગ્રેટર નોઈડામાં ચાલી રહેલા 14માં ઓટો એક્સ્પોમાં દુનિયાભરની એક એકથી ચડિયાતી કાર અને બાઈકને રજુ કરવામાં આવી રહી છે. આ વખતે એક્સ્પોમાં ઈલેક્ટ્રિક વ્હિક્લ્સની બોલબાલા છે. ઓટો એક્સ્પોના બીજા દિવસે એમફ્લૂક્સ સ્ટાર્ટપ કંપનીએ દેશની પહેલી ઈલેક્ટ્રિક સુપરબાઈક રજુ કરી. આ જ રીતે હીરોએ પોતાની એડવેન્ચર બાઈક એક્સ પલ્સને રજુ કરી.

2/6

auto expo 2018, auto expo, honda super bike, honda goldwing, super bike goldwing, honda bikes in auto expo

auto expo 2018, auto expo, honda super bike, honda goldwing, super bike goldwing, honda bikes in auto expo

બાઈક અને કારના આ પૂરા મહાકુંભમાં દુનિયાની અનેક મોટરસાઈકલો યુવાઓને પોતાના તરફ આકર્ષિત કરી રહી છે. આ બધા વચ્ચે હોન્ડાની સુપર બાઈક ગોલ્ડ વિંગ પણ બધાના આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. ગોલ્ડ વિંગને ભારતમાં પહેલીવાર ઓટો એક્સ્પો 2016માં પ્રદર્શિત કરવામાં આવી હતી. તે સમયે પણ આ બાઈકને ભારતીયોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. 

3/6

auto expo 2018, auto expo, honda super bike, honda goldwing, super bike goldwing, honda bikes in auto expo

auto expo 2018, auto expo, honda super bike, honda goldwing, super bike goldwing, honda bikes in auto expo

ગોલ્ડ વિંગમાં 6 એન્જિન છે. આ બાઈક ગત 40 વર્ષથી પ્રીમિયમ બાઈકના દીવાનાઓના હ્રદય પર રાજ કરી રહી છે. ભારતમાં પણ આ બાઈકને ચાહનારાઓની કોઈ કમી નથી. તેની દીવાનગીનો અંદાજ તેના ઉપરથી લગાવી શકાય કે દેશમાં હજુ પણ સપ્ટેમ્બર સુધી આ બાઈકનું વેઈટિંગ ચાલી રહ્યું છે. 

4/6

auto expo 2018, auto expo, honda super bike, honda goldwing, super bike goldwing, honda bikes in auto expo

auto expo 2018, auto expo, honda super bike, honda goldwing, super bike goldwing, honda bikes in auto expo

ગોલ્ડ વિંગના બજારમાં બે વર્જન હાજર છે. પહેલા ગોલ્ડ વિંગ ટૂર, તે બાઈકનું ફુલ્લી ડ્રેસ્ડ વર્ઝન છે. બાઈકના બંને વર્ઝનમાં હોન્ડાએ 7 સ્પીડ ડ્યૂલ ક્લચ ટ્રાન્સ્મિશન આપ્યું છે. આ બાઈકના ટૂર ડીસીટી મોડલમાં એરબેગ પણ આપવામાં આવી છે. 

5/6

auto expo 2018, auto expo, honda super bike, honda goldwing, super bike goldwing, honda bikes in auto expo

auto expo 2018, auto expo, honda super bike, honda goldwing, super bike goldwing, honda bikes in auto expo

હોન્ડાની આ દમદાર બાઈકમાં 1833 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. હોન્ડાની આ દમદાર બાઈકમાં 10 એલઈડી હેડલાઈટ આપવામાં આવી છે. તેની સીટ આગળથી પાતળી છે. વર્ષ 2016ની સરખામણીમાં આ વખતે ઓટો એક્સ્પોમાં આવનારી ગોલ્ડ વિંગ પહેલેથી વધુ ડાયનામિક અને અપડેટ લાગી રહી છે. 

6/6

auto expo 2018, auto expo, honda super bike, honda goldwing, super bike goldwing, honda bikes in auto expo

auto expo 2018, auto expo, honda super bike, honda goldwing, super bike goldwing, honda bikes in auto expo

ભારતીય બજારમાં ગોલ્ડ વિંગની કિંમત 32 લાખ રૂપિયા છે. તેની કિંમતમાં તમે બીએમડબલ્યુની એન્ટ્રી સેગ્મેન્ટ કાર પણ ખરીદી શકો છો. આ બાઈકમાં લગ્ઝરી કરાની જેમ હીટેડ સીટ આપવામાં આવી છે. જે  ખુબ જ આરામદાયક છે. આ બાઈકમાં અપાયેલી એરબેગ અને મ્યુઝિક સિસ્ટમ તેને વધુ ખાસ બનાવે છે. હોન્ડાની આ બાઈકને મોબાઈલથી પણ  કંટ્રોલ કરી શકાય છે.