Pics : ગૌમૂત્રથી હૃદય રોગનો ઈલાજ શક્ય છે, ભાવનગરના ડોક્ટર્સનું અનોખું રિસર્ચ

 ભાવનગર શહેરમાં આવેલ સર તખ્તસિંહજી મેડિકલ કોલેજ ખાતે ગૌમૂત્ર કેટલા રોગો સામે રક્ષણયુક્ત સાબિત થઇ શકે તે અંગે લેબોરેટરી દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું હતુ. જેમાં સાબિત થયું છે કે, હૃદયરોગ ઉપરાંત  ટાઈપ ટુ ડાયાબીટિક બાદ શરીર પર થતા જખ્સને ઝડપી રુજ આપવામાં માટે તે ઉત્તમ દવા છે. 

નીતિન ગોહેલ/ભાવનગર : ભાવનગર શહેરમાં આવેલ સર તખ્તસિંહજી મેડિકલ કોલેજ ખાતે ગૌમૂત્ર કેટલા રોગો સામે રક્ષણયુક્ત સાબિત થઇ શકે તે અંગે લેબોરેટરી દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું હતુ. જેમાં સાબિત થયું છે કે, હૃદયરોગ ઉપરાંત  ટાઈપ ટુ ડાયાબીટિક બાદ શરીર પર થતા જખ્સને ઝડપી રુજ આપવામાં માટે તે ઉત્તમ દવા છે. 

1/3
image

ભાવનગર શહેરનાં સર તખ્તસિંહજી મેડિકલ કોલેજ ખાતે હાલ ગૌમૂત્ર પર એક રિસર્ચ કરવામાં આવ્યું છે. આ રિસર્ચમાં ડોકટરો દ્વારા ગૌમૂત્ર (અર્ક) કેટલા રોગ માટે રોગ પ્રતિકારક સાબિત થઇ શકે તે માટે કોલેજ ખાતે આવેલ લેબોરેટરીમાં પ્રાથમિક ઉંદર અને સસલા પર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રિસર્ચમાં સાબિત થયું કે, ગૌમૂત્રનું અર્ક એ હૃદય રોગ સામે રોગ પ્રતિકારક સાબિત થાય છે. આ ઉપરાંત જે પ્રમાણે શરીરનાં કોઈ પણ ભાગ પર વાગ્યું હોય અને જે ઘાવમાં રુજ આવવામાં સમય લાગતો હોય તે બાબતે પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતુ. તેમાં પણ ગૌમૂત્ર (અર્ક) લાગેલ જખ્મને ઝડપી રુજ આપવામાં સાબિત થયો છે. આમ પુરાણોમાં ઋષિ મુનિઓ દ્વારા પણ ગૌમૂત્રનાં અર્કનાં સેવનથી રોગ સામે રક્ષણ મેળવી શકાયની વાત પણ સાબિત થતા રિસર્ચ કરનાર ડોકટરો પણ માની રહ્યા છે.

2/3
image

સર તખ્તસિંહજી મેડિકલ કોલેજના ડો.અરુણ કુમાર રાણાએ આ રિસર્ચ કર્યું છે. તેમને આ રિસર્ચમાં કોલેજના ફાર્માકોલોજી અને મેથોકોલોજી વિભાગના હેડ ડો.ભાર્ગવ પુરોહિતે માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. દેશમાં ગાયના વધતા જતા મહત્વમાં હવે તેના મેડિકલ ઉપયોગમાં પણ પ્રાયોગિક સફળતા મળી રહી છે. જો કે આ તો યુનિ.કક્ષાએ ગૌ-મૂત્રની એક ઔષધિ તરીકે ઉપયોગના પ્રયોગો થયા છે, પણ વાસ્તવમાં ઘરેલું ઉપાય અને અનેક આયુર્વેદિક સંસ્થાઓ ગૌશાળામાંથી ગોમૂત્ર એકત્ર કરીને તેનો વિવિધ દર્દોમાં ઉપચાર તરીકે ઉપયોગ કરે જ છે. ભાવનગર મેડિકલ કોલેજમાં ઉંદર પર ગૌ-મૂત્રનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને તે સફળ પણ રહ્યો છે. ગૌ-મૂત્ર અખૂટ ઔષધી ઉપયોગિતા ધરાવે છે. આમ, મેડિકલ કોલેજના ફાર્માકોલોજી અને મેથોકોલોજી વિભાગે ગૌ-મૂત્રને હૃદયની સંભાળ રાખનાર ઔષધી તરીકે સફળ પ્રયોગ કર્યા છે. ડો.અરુણ કુમારને આ રિસર્ચમાં ડો.જ્હાન્વી વાઘેલાએ મદદ કરી છે. 

3/3
image

આ માટે ગૌમૂત્રનો અર્ક ભાવનગર મેડિકલ કોલેજમાં તૈયાર કરાયું હતું અને તે ઉંદરના શરીરમાં ઈન્જેક્ટ કરાયું હતું. જેનાથી હૃદયની લોહીની પરિભ્રમણની પ્રક્રિયા વધુ સારી બની હતી. બ્લોકેજ થવા દીધા ન હતા. હૃદયરોગના હુમલા સમયે જે પ્રોટીન લોહીમાં વધે છે, તેને ખાળવામાં આ ગૌમૂત્રના અર્કે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત ઉદરમાં ટાઈપ ટુ ડાયાબીટિક બાદ જખ્મને આ અર્કથી રૂઝવવામાં સફળતા મળી હતી.