કાશ્મીર ઘાટીમાં ઇરફાન શોધી રહ્યો છે 'વિરાટ અને ધોની'

Jul 1, 2018, 06:02 PM IST

જમ્મૂ કાશ્મીર ક્રિકેટ ટીમના મેન્ટર-કોચ ઈરફાન પઠાણ જમ્મૂ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના ટેલેન્ટ હંટ કાર્યક્રમમાં ક્રિકેટ પ્રતિભાઓની શોધ કરી રહ્યો છે. 

1/6

જમ્મૂ કાશ્મીર ક્રિકેટ ટીમના મેન્ટર-કોચ ઇરફાન પઠાણે જમ્મૂ કાશ્મીર ક્રિકેટ એસોસિએશન તરફથી આયોજીત કરાયેલા ટેલેન્ટ હંટ કાર્યક્રમ હેઠળ પસંદગીની પ્રક્રિયામાં ભાગ લીધો. તેણે શ્રીનગરમાં આયોજીત આ અભિયાનમાં ઉત્તર,  દક્ષિણ અને કેન્દ્રીય કાશ્મીરના વિભિન્ન ઉંમરના વર્ગ માટે પસંદગી કરી. જમ્મૂ કાશ્મીર ક્રિકેટ એસોસિએશન પ્રદેશ માટે ક્રિકેટ ખેલાડીઓની ક્ષમતાઓ વધારવા અને તેને આગામી ક્રિકેટ સ્પર્ધા માટે તૈયાર કરવાના ઉદ્દેશ્યથી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. 

2/6

તે માટે જમ્મૂ કાશ્મીરના વિભિન્ન જિલ્લાઓમાં ટેલેન્ટ હંટ કેમ્પ લગાવવામાં આવી રહ્યાં છે. તેમાંથી ઘણા બાળકોની પસંદગી કરવામાં આવી રહી છે જેની આગામી રાઉન્ડમાં છટણી થશે. અત્યારે આ પ્રક્રિયા માત્ર કાશ્મીરના જિલ્લામાં ચાલી રહી છે. જે બાદમાં જમ્મૂના વિભિન્ન જિલ્લામાં ચાલશે. ઇરફાન પઠાણ આ અભિયાનમાં બાળકોના ઉત્સાહને પ્રભાવિત કરતો દેખાઈ છે. 

 

3/6

ઇરફાન પઠાણે કહ્યું કે, બાળકો ક્રિકેટ રમવા માટે ખૂબ જોશમાં છે. તેનામાં માત્ર ફિટનેસને લઈને જાણકારી અને અનુભવની કમી છે. જો સિસ્ટમનું પાલન કરવામાં આવે તો તેને યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવે તો જમ્મૂ કાશ્મીર નવી ઉંચાઈએ પહોંચી શકે છે. અમે કેટલિક યોજના બનાવી છે. પાયાના ઈન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવા માટે મીટિંગ કરવામાં આવી રહી છે. 

4/6

બે દિવસ પહેલા ઇરફાને ઇન્સ્ટાગ્રામ પર પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે તેના માટે કાશ્મીરના તમામ જિલ્લામાંથી આશરે 100 બાળકોની પસંદગી કરવી સંતોષ કારક રહી. આ બાળકો જમ્મૂ કાશ્મીર ક્રિકેટ ટૂર્નામેન્ટ રમ્યા અને પસંદ કરવામાં આવ્યા. આમાંથી કેટલાકની પસંદગી બીજા કેમ્પ માટે થશે અને કેટલાકને અનુભવ મળશે. 

5/6

ચાર મહિના પહેલા જ જમ્મૂ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનની સાથે જોડાયા બાદ ઇરફાને કાશ્મીરના પ્રથમ પ્રવાસમાં સ્ટેડિયમમાં અભ્યાસ કરી રહેલા ખેલાડીઓ સાથે વાતચીત કરી અને રમત પ્રત્યે તેના લગાવને જાણવાનો પ્રયત્ન કર્યો. તેણે ખેલાડીઓને કહ્યું કે, માત્ર મહેનત અને અભ્યાસથી જ તે પોતાની રમતમાં નિખાર લાવી શકે છે. જે તેની ટીમને જીત અપાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે. તેનાથી તે રાષ્ટ્રીય ટીમનો ભાગ પણ બની શકે છે. 

6/6

ઇરફાન પઠાણે ટીમ ઈન્ડિયા માટે 29 ટેસ્ટ, 12 વનડે અને 24 ટી-20 મેચ રમી છે. તેણે પોતાની અંતિમ ટેસ્ટ 2008માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ અમદાવાદમાં રમી હતી અને અંતિમ વનડે 2012માં શ્રીલંકા સામે રમી હતી. 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close