ભોજનનો સ્વાદ વધારી દેતી સરળ કિચન ટિપ્સ

1/6
image

સોફટ પરોઠાં બનાવવા લોટ બાંધતી વખતે એમાં થોડીક રાંધેલી દાળ નાખો

2/6
image

સગુલ્લાની વધેલી ચાસણીમાં પાણી મેળવી, સોજી, લોટ કે બેસન નાંખીને હલવો બનાવો. સ્વાદિષ્ટ લાગશે

3/6
image

સાદા કે મેથીના થેપલાં બનાવતી વખતે લોટમાં ખાટું દહીં નાખી લોટ બાંધશો તો થેપલા કૂણાં થશે અને લાંબો સમય ટકશે

4/6
image

બે-ત્રણ દિવસ જુની બ્રેડને તડકે સૂકવી, કડક થાય ત્યારે તેને ગ્રાઇન્ડરમાં પીસી લો. બ્રેડનો કકરો પાઉડર તૈયાર થઇ જશે

5/6
image

ડબ્બામાં બિસ્કિટ રાખવાના હોય, તેમાં પહેલાં બ્લોટિંગ પેપર પાથરવાથી બિસ્કિટ હવાઇ જશે નહિ

6/6
image

ફુદીનાની ચટણી બનાવતી વખતે એમાં એક ચમચી ખાંડ તથા થોડું દહીં મેળવી દો. એનાથી ચટણી વધારે લિજ્જતવાળી બનશે