પદ્મ પુરસ્કાર 2017: '9 રત્નો', જેમાંથી કોઈએ જડીબૂટીથી બચાવી હજારો જીંદગી, તો કોઈ છે ગુમનામ સમાજસેવક

Jan 26, 2018, 06:53 AM IST
1/10

List and Brief Introduction of Padma awardees 2017

List and Brief Introduction of Padma awardees 2017

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર વર્ષ 2017ના પદ્મ પુરસ્કાર મેળવનાર દેશની મહાન હસ્તિઓના નામની જાહેરાત કરવામાં આવી. સરકારે વિભિન્ન ક્ષેત્રોમાં વિશિષ્ટ અને અસાધારણ ઉપલબ્ધિઓ માટે પદ્મ પુરસ્કારોની જાહેરાત ગણતંત્ર દિવસની પૂર્વ સંઘ્યાએ કરી. આ વખતે પદ્મ પુરસ્કાર લિસ્ટને જોઈએ તો મોટા ભાગના એવા નામ છે જેઓ લાઈમલાઈટથી દૂર રહીને સમાજ અને દેશની લાંબા સમયથી સેવા કરી રહ્યાં છે.  જે વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર માટે પસંદ  કરાયા છે તેમાંથી કેટલાકના સંક્ષિપ્ત પરિચય અહીં રજુ કરવામાં આવ્યાં છે. 

2/10

List and Brief Introduction of Padma awardees 2017

List and Brief Introduction of Padma awardees 2017

એમ આર રાજગોપાલ(પદ્મશ્રી): તેમને ભારતમાં 'પેલિએટિવ કેર'ના પિતા ગણવામાં આવે છે.'પેલિએટિવ કેર'નો ઉપયોગ ગંભીર રીતે ઘાયલ થયેલા દર્દીઓના દર્દને ઓછુ કરવામાં માટે થાય છે. રાજગોપાલને નવજાત બાળકોની સર્જરીમાં વિશેષજ્ઞતા માટે પણ ઓળખવામાં આવે છે. તેમણે 1980ના દાયકામાં નવજાત બાળકોની સર્જરી બાદ થનારા મોતોની સંખ્યાં 75 ટકાથી ઓછી કરીને 28 ટકા પર લાવવા માટેનું કામ કર્યું. તેમણે સુરક્ષિત એનેસ્થેસિયા પ્રક્રિયા શરૂ કરી. 

3/10

List and Brief Introduction of Padma awardees 2017

List and Brief Introduction of Padma awardees 2017

અરવિંદ ગુપ્તા (પદ્મશ્રી): તેમણે વિદ્યાર્થીઓની અનેક પેઢીઓને બેકાર પડેલા સામાનમાંથી કઈક શિખવાની પ્રેરણા આપી. ગુપ્તા ઘરોમાં ઉપયોગમાં લેવાતી સામાન્ય વસ્તુઓ અને કચરાનો ઉપયોગ વૈજ્ઞાનિક પ્રયોગોના બ્લોક બનાવવા માટે કરે છે. ગત ચાર દાયકાઓ દરમિયાન તેમણે ત્રણ હજાર સ્કૂલોની મુલાકાત લીધી. રમકડા નિર્માણ સંબંધિત 6200 લઘુ ફિલ્મો 18 ભાષાઓમાં બનાવી. તેમણે દુરદર્શન પર પ્રસારિત લોકપ્રિય કાર્યક્રમ તરંગની મેજબાની કરી. 

4/10

List and Brief Introduction of Padma awardees 2017

List and Brief Introduction of Padma awardees 2017

સુધાંશુ બિશ્વાસ (પદ્મશ્રી)  99 વર્ષના સ્વાતંત્ર્ય સેનાની જેમણે પોતાનું જીવન ગરીબોની સેવા માટે સમર્પિત કરી દીધુ. બિસ્વાસ પશ્ચિમ બંગાળમાં સ્કૂલ, અનાથાલય અને ડિસ્પેન્સરી ચલાવે છે. પશ્ચિમ બંગાળના સુંદરબન સ્થિત શ્રી રામકૃષ્ણ સેવાશ્રમના તેઓ સંસ્થાપક છે. 

5/10

List and Brief Introduction of Padma awardees 2017

List and Brief Introduction of Padma awardees 2017

ભજ્જૂ શ્યામ (પદ્મશ્રી): આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગોંડ કલાકાર છે. જે મધ્ય પ્રદેશની પારંપારિક આદિવાસી પેન્ટિંગ શૈલી છે. શ્યામને યુરોપમાં જીવનને ગોંડ પેન્ટિંગ દ્વારા ચિત્રિત કરવા માટે ઓળખવામાં આવે છે. શ્યામનો જન્મ એક ગરીબ આદિવાસી પરિવારમાં થયો હતો. તેઓ આજીવિકા માટે રાત્રે સુરક્ષા ગાર્ડ અને ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા હતાં. 

6/10

List and Brief Introduction of Padma awardees 2017

List and Brief Introduction of Padma awardees 2017

લક્ષ્મી કુટ્ટી (પદ્મશ્રી): આદિવાસી મહિલા કે જે પોતાની સ્મૃતિનો ઉપયોગ કરીને જડીબૂટીથી 500 દવાઓ તૈયાર કરી ચૂકી છે. તે હજારો લોકોની મદદ કરે છે. ખાસ કરીને સાંપ અને કીડાના ઝેરને મારવા માટે. લક્ષ્મી કુટ્ટી દક્ષિણ ભારતના રાજ્યોમાં વિભિન્ન સંસ્થાનોમાં પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ પર વ્યાખ્યાન આપે છે.

7/10

List and Brief Introduction of Padma awardees 2017

List and Brief Introduction of Padma awardees 2017

સંદુક રુઈત(પદ્મશ્રી) નેત્રરોગ વિશેષજ્ઞ જેમની નવી શોધે મોતિયા બિંદની સર્જરી પર થનારા ખર્ચમાં 90 ટકા ઘટાડો લાવવાનું કામ કર્યું. તેઓ મોતિયાની સર્જરીમાં ઉપયોગમાં લેનારા ઓછી કિંમતના લેન્સ 30થી વધુ દેશોને નિકાસ કરે છે. તેઓ પ્રતિ સપ્તાહ 2500 દર્દીઓની સારવાર કરે છે. અને ફી ન આપી શકે તેવા દર્દીઓની ફી માફ કરી દે છે. 

8/10

List and Brief Introduction of Padma awardees 2017

List and Brief Introduction of Padma awardees 2017

સમ્પત રામટેકે(પદ્મશ્રી): રામટેકેએ 1991માં સિકલ સેલ બિમારી અંગે જાગરૂકતા અભિયાન ચલાવ્યું. કોઈ ચિકિત્સકીય પૃષ્ઠભૂમિ ન હોવા છતાં તેમણે આ બિમારી અંગે જાણકારી ભેગી કરી અને સમયની સાથે સાથે તેઓ તેના વિશેષજ્ઞ બની ગયાં.

9/10

List and Brief Introduction of Padma awardees 2017

List and Brief Introduction of Padma awardees 2017

રોમલુસ વિટેકર (પદ્મશ્રી): વન્યજીવ સંરક્ષક અને સરીસૃપ વિજ્ઞાનવેત્તા કે જેઓ અંડમાન નિકોબાર અને તમિલનાડુમાં જૈવ વિવિધતાના સંરક્ષણ માટે કામ કરે છે.

10/10

List and Brief Introduction of Padma awardees 2017

List and Brief Introduction of Padma awardees 2017

લેન્ટિના એ ઠક્કર (પદ્મશ્રી): સ્થાનિક રીતે તેઓ ઉત્સૂ(દાદી) તરીકે ઓળખાય છે. તેઓ ગાંધીવાદી છે જેમણે નાગાલેન્ડ સ્થિત ચુચુઈમલાંગ ગામમાં ગાંધી આશ્રમમાં દાયકાઓ સુધી સેવા કરી. તેઓ પોતાના ગામના પહેલા એવા મહિલા છે જેમણે સાતમા ધોરણ સુધી અભ્યાસ કર્યો.