બર્થ ડે સ્પેશિયલ: જાણો માધુરીની જીંદગી સાથે જોડાયેલી રોચક વાતો

May 15, 2018, 02:02 PM IST

ધક ધક ગર્લના નામથી જાણીતિ બનેલી માધુરી દીક્ષિતનો જન્મ 15 મે 1967ના રોજ મુંબઇમાં થયો હતો. તેમણે ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. એક સમય એવો હતો જ્યારે તેમને એક ફિલ્મમાં કામ કરવા માટે એક મહિલા કલાકાર તરીકે સૌથી વધુ પૈસા મળતા હતા.  

1/9

ધક ધક ગર્લના નામથી જાણીતિ બનેલી માધુરી દીક્ષિતનો જન્મ 15 મે 1967ના રોજ મુંબઇમાં થયો હતો. તેમણે ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. એક સમય એવો હતો જ્યારે તેમને એક ફિલ્મમાં કામ કરવા માટે એક મહિલા કલાકાર તરીકે સૌથી વધુ પૈસા મળતા હતા.  

2/9

માધુરી દીક્ષિત પિતા શંકર દીક્ષિત અને માતા સ્નેહ લતા દીક્ષિત પોતાની લાડલી પુત્રીને ડોક્ટર બનાવવા માંગતા હતા. માધુરી દીક્ષિતે પોતાનો અભ્યાસ ડિવાઇન ચાઇલ્ડ હાઇ સ્કૂલમાંથી કર્યો અને પછી મુંબઇ યુનિવર્સિટીમાંથી બીએ કર્યું.

3/9

1988 આવેલી ફિલ્મ 'દયાવાન'માં પોતાનાથી 21 વર્ષની મોટી ઉંમરના અભિનેતા વિનોદ ખન્ના સાથે આપવામાં આવેલા એક સીને તે સમયે ભારે હોબાળો મચાવ્યો હતો. તમને જણાવી દઇએ કે આ સીનની ખૂબ ટીકા થઇ હતી. પછી માધુરી દીક્ષિતે પણ સ્વિકાર્યું કે આ કિસીંગ સીન કરવા માંગતી ન હતી. 

4/9

માધુરી દીક્ષિત સતત અવસર માટે પ્રયત્ન કરી રહી હતી અને પછી તેમને 1988માં આવેલી આઇ એન. ચંદ્વાની ફિલ્મ 'તેજાબ'. આ ફિલ્મ તેમના માટે કેરિયરનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ. આ ફિલ્મમાં તેમને તેમના અભિનય માટે ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ પણ કરવામાં આવી હતી. 

5/9

માધુરીના અભિનય અને હુસ્નના કાયલ આખી દુનિયામાં છે. ફેમસ ચિત્રકાર એમએફ હુસૈન સાહેબ તો માધુરી દીક્ષિતના એટલા દીવાના હતા કે તેમને માધુરી દીક્ષિતને લઇને એક ફિલ્મ 'ગજગામિની' બનાવી દીધી. 

6/9

માધુરી દીક્ષિતે ડાંસના ઇ-લર્નિંગ ક્લાસની શરૂઆત કરી છે. માધુરી દીક્ષિતએ જણાવ્યું કે આ નવી શરૂઆતમાં તેમના પતિ ડો. નેને ટેક્નિકલ પાર્ટ સંભાળી રહ્યાં છે.

7/9

માધુરી દીક્ષિત એકમાત્ર એક એવી અભિનેત્રી છે જેમને 14 વખત ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેત કરવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી થી પણ સંમાનિત કરવામાં આવી છે.

8/9

માધુરી દીક્ષિતને લોસ એંજલિસના શ્રીરામ માધવ નેને પોતાના પરફેક્ટ પાર્ટનરના રૂપમાં મળ્યા. તે સર્જન છે. 17 ઓક્ટોબર 1999માં માધુરી દીક્ષિતના લગ્ન થયા. અત્યારે તેમને બે પુત્રો છે. 

9/9

 માધુરી દીક્ષિત જલદી જ કરણ જોહરની એએ ફિલ્મ્સની મરાઠી ફિલ્મ 'બકેટ લિસ્ટ'માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ તેજસ દેઓસ્કર કરી રહ્યા છે અને સાથે ડાર્ક હોર્સ સિનેમાઝ, ડર મોશન અને બ્લૂ મુસ્તાંગ ક્રિએશન્સ મળીને તેને પ્રોડ્યૂસર કરી રહ્યા છે. ફિલ્મના આ પોસ્ટરમાં માધુરી દીક્ષિત સુંદર લાગી રહી છે. સાથે જ તે બિલકુલ ટીએનએજ ગર્લ દેખાઇ છે. આ ફિલ્મ સામાન્ય માણસના જીવન પર આધારિત છે જેના કેટલાક સપના અધૂરા છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close