ગણેશ ચતુર્થીઃ મુકેશ અંબાણીના ઘરે ફિલ્મસ્ટારોનો મેળાવડો, ત્રણ ખાન સલમાન, શાહરૂખ અને આમિર જોવા મળ્યા સાથે

13 સપ્ટેમ્બરથી દેશભરમાં ગણેશોત્સવની શરૂઆત થઈ છે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં 10 દિવસ સુધી આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે 

દેશભરમાં 13 સપ્ટેમ્બરથી ગણેશોત્સવની શરૂઆત થઈ ચુકી છે. પહેલા મહારાષ્ટ્રમાં જ સૌથી વધારે ધામધુમ જોવા મળતી હતી, પરંતુ હવે તો દેશના માટાભાગના શહેરોમાં લોકો ગણેશજીની સ્થાપના કરીને 10 દિવસ સુધી પૂજા-અર્ચન કરતા હોય છે. સામાન્ય માણસથી માંડીને શ્રીમંતો, સેલિબ્રિટી દરેકના ઘરે ગણેશની સ્થાપના કરવામાં આવે છે. બોલિવૂડમાં પણ ઘેર-ઘેર આ તહેવાર ઉજવવામાં આવે છે. સેલિબ્રિટિઝ લોકોને ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવવા માટે પણ મેસેજ આપતા હોય છે. ગુરૂવારે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે પણ ગણેશોત્સવની ઉજવણી માટે વિશેષ આયોજન કરાયું હતું. તેમના ત્યાં ફિલ્મઈન્ડસ્ટ્રીના તમામ જાણીતા ચહેરાથી માંટીને સ્ટાર ખેલાડીઓ અને નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સૌના આકર્ષણનું કેન્દ્ર ખાન ત્રિપુટી - સલમાન, શાહરૂખ અને આમિર હતી, જે ઘણા લાંબા સમય બાદ એકસાથે જોવા મળ્યા હતા. સલમાન કેટરીના કૈફ સાથે જોવા મળ્યો હતો તો શાહરૂખ ખાન પત્ની ગૌરીને લઈને આવ્યો હતો. આમિર ખાન પણ પોતાના પરિવાર સાથે મુકેશ અંબાણીના ત્યાં ગણેશ ચતુર્થી ઉજવવા માટે આવ્યો હતો. 

બોલિવૂડ કિંગ શાહરૂખ આવ્યો પત્ની ગૌરી સાથે

1/12
image

બોલિવૂડમાં કિંગ ખાન તરીકે ઓળખાતો શાહરૂખ સફેદ રંગના પઠાણી સૂટ પર બ્રાઉન રંગના ફોર્મલ શૂઝ પહેરીને આવ્યો હતો. શાહરૂખની પત્ની ગૌરી પણ ડિઝાઈનર ડ્રેસમાં જોવા મળી હતી. 

કરીના કપૂર તેની બહેન કરિશ્મા કપૂર સાથે પહોંચી

2/12
image

કરીના કપૂર ખાન બહેન કરીશ્મા સાથે પાર્ટીમાં પહોંચી હતી. કરિશ્માએ પીળા રંગનો સૂટ પહેર્યો હતો તો કરીના કપુર બનારસી સૂટ પર પિંક રંગનો દુપટ્ટો કરીને નવા કોમ્બિનેશન સાથે આવી હતી. 

સચિન તેંડુલકર પત્ની અંજલી અને પુત્ર અર્જુન સાથે આવ્યો

3/12
image

ક્રિકેટર સચિન તેંડલકર પોતાની પત્ની અંજલી અને પુત્ર અર્જુન સાથે પાર્ટીમાં આવ્યો હતો. 

દંગલ ગર્લ્સ સનાયા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ

4/12
image

બોલિવૂડમાં દંગલ ગર્લ્સથી ઓળખાતી સનાયા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ અંબાણી પરિવારની મહેમાન બની હતી. 

ફિલ્મનિર્માતા કરણ જોહર અનોખા અંદાજમાં

5/12
image

બોલિવૂડમાં જાણીતો નિર્માતા-દિગ્દર્શક કરણ જોહર પણ અંબાણી પરિવારના નજીકના મિત્રોમાંનો એક છે. 

સદાબહાર અભિનેત્રી રેખાનો જલવો

6/12
image

મોટી ઉંમરે પણ યુવાન અભિનેત્રીઓને શરમાવી દેતી અભિનેત્રી રેખા સિલ્ક કાંજીવરમ સાડીમાં જલવો પાથરતી જોવા મળી હતી. 

ડાન્સિંગ દીવા માધુરી દિક્ષિત આવી પતિ શ્રીરામ નેને સાથે

7/12
image

બોલિવૂડનો હોટ ચહેરો અને ડાન્સિંગ દીવાથી પ્રખ્યાત એવી માધુરી દિક્ષીત તેના પતિ શ્રીરામ નેને સાથે પાર્ટીમાં પહોંચી હતી. 

પૂનમ સિંહા પુત્ર અને પુત્રવધુ સાથે આવ્યા

8/12
image

પ્રસિદ્ધ અભિનેતા અને ભાજપના નેતા શત્રુધ્ન સિંહાના પત્ની પૂનમ સિંહા પોતાના પુત્ર અને પુત્ર સાથે પરંપરાગત વસ્ત્રોમાં આવ્યા હતા. 

પુત્રની સાથે મહેમાનોનું સ્વાગત કરતા નીતા અંબાણી

9/12
image

મુકેશ અંબાણીના ઘરે આયોજિત ગણેશોત્સવ નિમિત્તે આવી રહેલા મહેમાનોનું નીતા અંબાણી અને તેમના પુત્રએ સ્વાગત કર્યું હતું. તેઓ દરેક મહેમાનને ભાવપૂર્વક આવકારતા હતા. નીતા અંબાણીએ લાલ રંગની ચોલીમાં જોવા મળ્યા હતા. 

દબંગ સલમાન ખાન

10/12
image

બિગ બોસ હોસ્ટ અને અભિનેતા સલમાન ખાન બ્લેક રંગના પઠાણી સુટમાં આવ્યો હતો. તે કેટરિના કૈફ સાથે ફરતો જોવા મળ્યો હતો. 

મરાઠીબાબુ જેકી દાદાએ આપ્યો રેખાને ટેકો

11/12
image

જેકીશ્રોફ પરંપરાગત મરાઠી શૈલીના કપડામાં આવ્યો હતો. તેણે મરાઠી ટોપી અને ધોતી-ઝભ્ભો પહેર્યો હતો. રેખાનો હાથ પકડીને તેણે મુકેશ અંબાણીના ઘરમાં પ્રવેશ કર્યો હતો. 

સલમાન સાથે જોવા મળી કેટરીના કૈફ

12/12
image

પાર્ટીમાં કેટરીના કૈફ સલમાન ખાન સાથે ફરતી જોવા મળી હતી. આથી, બોલિવૂડમાં નવી ચર્ચાઓને બળ મળ્યું હતું.  (ફોટો સાભાર : Yogen Shah)