Nokia 9ના ફોટા થયા લીક, જેમાં હશે 5 રિયર કેમેરા, જાણો શું છે લાક્ષણિકતાઓ

Nokia 9ની કેટલાક ફોટો મીડિયામાં લીક થયા છે. જેમાં દેખાઇ રહ્યું છે કે સ્માર્ટફોનમાં પાંચ રિયર કેમેરા લાગેલા છે

કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Nokia 9 ગૂગલના એડ્રોયડ વન પ્રોગ્રામ પર આધારીત સ્માર્ટફોન હશે. લીક થયેલા ફોટો અનુસાર, Nokia 9માં ડિસ્પ્લે નોચનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

1/5

LED ફ્લેશ, ઇંફ્રારેડ રેડિએળન (IR) અને ફોકસિંગ અપર્ચર ફીચર હશે

LED ફ્લેશ, ઇંફ્રારેડ રેડિએળન (IR) અને ફોકસિંગ અપર્ચર ફીચર હશે

Nokia 9ની કેટલાક ફોટો મીડિયામાં લીક થયા છે. જેમાં દેખાઇ રહ્યું છે કે સ્માર્ટફોનમાં પાંચ રિયર કેમેરા લાગેલા છે. મીડિયા રિપોર્ટના અનુસાર, Nokia 9માં પેટા રિયર કેમેરા સેટઅપ હશે. આ ઉપરાંત LED ફ્લેશ, ઇંફ્રારેડ રેડિએશન (IR) અને ફોકસિંગ અપર્ચર ફિચર હશે. ધ નેક્સ્ટ બેબ (TNW)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાંચ રિયર લેન્સ અલગ-અલગ કામ માટે લગાવવામાં આવ્યા છે. આ લેન્સમાં ટેલીફોટો, બ્લેક એન્ડ વ્હાઇટ, કલર અને મલ્ટી લેન્સ પિક્સલ સિંથેસિસ સામેલ છે.

2/5

zeissમાં આ ડિવાઇસના કેમેરાની પેટન્ટ માટે આવેદન પણ કર્યું

zeissમાં આ ડિવાઇસના કેમેરાની પેટન્ટ માટે આવેદન પણ કર્યું

આ સ્માર્ટફોનના ઇન્ટર્નલ કોડ નેમ TA-1094 છે. તેમાં ફૂલના પેટર્નમાં પાંચ કેમેરા આપ્યા છે. પ્રાઇમરી કેમેરા વચ્ચે સેટ કરવામાં આવ્યો છે. પ્રાઇમરી કેમેરાની ચારે તરફ સેકેન્ડ્રી રિયર કેમેરા, LED ફ્લેશ અને ફોકસિંગ અપર્ચર આપવામાં આવ્યું છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે zeissમાં આ ડિવાઇસના કેમેરા પેટન્ટ માટે આવેદન પણ આપવામાં આવ્યું છે.

3/5

Nokia 9ને લઇ હજુ સુધી સત્તાવાર કોઇ જાણકારી નથી

Nokia 9ને લઇ હજુ સુધી સત્તાવાર કોઇ જાણકારી નથી

zeiss નોકિયાની સાથે લાંબા સમયથી કેમેરા પાર્ટનર તરકે જોડાયી છે. જોકે, Nokia 9ને લઇ હજુ સુધી કોઇ સત્તાવાર જાણકારી નથી.

4/5

Nokia 9માં ડિસ્પ્લે નોચનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Nokia 9માં ડિસ્પ્લે નોચનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

લીક થયેલા ફોટા અનુસાર, Nokia 9માં ડિસ્પ્લે નોચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પહેલા કેટલી મીડિયો રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે Nokia 9 ગૂગલના એડ્રોયડ વન પ્રોગ્રામ પર આધારિત સ્માર્ટફોન હશે. જર્મનીના બર્લિનમાં થોડા દિવસ પહેલા આયોજીત IFA-2018માં Nokia 9ને લઇ કંપનીની તરફથી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.

5/5

Nokia 9ની ડિસ્પ્લે 6.01 ઇંચ હશે

Nokia 9ની ડિસ્પ્લે 6.01 ઇંચ હશે

મીડિયા રિપોર્ટ અનુસાર, Nokia 9ની ડિસ્પ્લે 6.01 ઇંચ હશે. ડિસ્પ્લેમાં ગોરિલ્લા ગ્લાસ 5નો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રોસેસરની વાત કરીએ તો તેમાં Qualcomm સ્નેપડ્રેગન 845 SoC પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનની રેમ 8 જીબી અને ઇન્ટર્નલ મેમેરી 256 જીબી છે. આ ફોનની કિંમત કેટલી હશે, તેને લઇ હાલમાં કોઇ જાણકારી નથી. (બધા જ ફોટો સાભાર: સોશિયલ મીડિયા)

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close