હવે આ પ્રકારની ફિલ્મોમાં કામ કરવા માંગે છે સોનમ કપૂર

સોનમ કપૂરે કહ્યું કે તેમના માટે એક એવું પાત્ર ભજવવું મહત્વપૂર્ણ છે જે આજના 'મુશ્કેલ સમય'માં સામાજિક સચ્ચાઇને દર્શાવે છે. 

Feb 12, 2018, 11:13 AM IST
sonam kapoor
1/5

ફિલ્મ 'પેડમેન'માં પોતાના શાનદાર અભિનય માટે વાહવાહી મેળવી રહેલી સોનમ કપૂરે કહ્યું કે તેમના માટે એક આવું પાત્ર ભજવવું મહત્વપૂર્ણ છે જે આજના 'મુશ્કેલ સમય'માં સામાજિક સચ્ચાઇને દર્શાવે. સોનમ કપૂરે 'નીરજા' અને 'પેડમેન' જેવી ફિલ્મો વડે બોલીવુડમાં એક અલગ ઓળખ બનાવી છે. તે એકદમ નાની ઉંમરમાં સારો અભિનય કરી રહી છે. 

sonam kapoor
2/5

સોનમ કપૂરે કહ્યું કે 'હું એક સારી ફિલ્મો માટે રામ માધવાની (નીરજા) અને આર કે બાલ્કી (પેડમેન) જેવા નિર્દેશકોનો આભાર વ્યક્ત કરવા માંગીશ. હું નિર્દેશકોના કહ્યા અનુસાર અભિનય કરું છું અને ક્યારેય પણ પાત્રના આધાર પર ફિલ્મ પસંદ કરતી નથી. 'નીરજા'માં મેં મુખ્ય ભૂમિકા ભજવી હતી પરંતુ 'ભાગ મિલ્ખા ભાગ'માં મેં સંક્ષિપ્ત ભૂમિકા ભજવી.' તેમણે કહ્યું કે હવે 'પેડમેન'માં મારું પાત્ર મોટું નથી, પરંતુ મારા માટે મહત્વપૂર્ણ છે કે હું આવા સિનેમાનો ભાગ બની જે મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓને ઉઠાવે છે. હવે ફક્ત મનોરંજન સિનેમામાં કામ કરવું મારા માટે ખોખલા સિનેમા જેવું છે.'

sonam kapoor
3/5

આવું કેમ? આ મુદ્દે તેમણે કહ્યું કે 'આપણે ખૂબ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યાં છે. આ મહિલાઓ માટે મુશ્કેલ સમયગાળો છે. આપણામાંથી જે મહિલાઓ પાસે મંચ છે તેમણે પોતાનો અવાજ ઉઠાવવો જોઇએ. 'પેડમેન' માસિકચક્રના વિષય પર બનેલી ફિલ્મ છે અને આ આપણા દેશમાં મોટાભાગની મહિલાઓ માટે એક મોટો મુદ્દો છે. 'પેડમેન' માટે હાં કહેવામાં મને વધુ સમય લાગ્યો ન હતો. અને મને ખુશી છે કે મેં તેમાં કામ કર્યું.'

sonam kapoor
4/5

તેમને પૂછવામાં આવ્યું કે શું તે ફિલ્મ 'વીરે દી વેડિંગ'માં સહ અભિનેત્રીઓ કરીના કપૂર ખાન, સ્વરા ભાસ્કર અને શિખા તલ્સાનિયા સાથે પ્રતિસ્પર્ધામાં છે? સોનમે કહ્યું કે ''બિલકુલ નહી. હું પ્રતિસ્પર્ધામાં નથી. જો હું હોત તો મારી કેરિયરની ગતિ અલગ હોત. અમે છોકરીઓએ 'વીરે દી વેડિંગ'ના શૂટિંગ દરમિયાન ખૂબ મસ્તી કરી. મેં પહેલીવાર કરીના કપૂર સાથે કામ કર્યું. મને ખૂબ પસંદ આવી. તે સુંદર છે અને ફક્ત પોતાના લુકને લઇને સચેત નથી.'

sonam kapoor
5/5

પિતા અનિલ કપૂરની સાથે કામ વિશે પૂછવામાં આવતાં અભિનેત્રીએ કહ્યું કે ''હાં, હું યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનનાર એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છું. અમે એકસાથે બે જાહેરાતોનું શૂટિંગ કર્યું છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે અમે ફિચર ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં હોઇએ. હું તમને જણાવી શકું છું કે જો હું ઘરના પિતાની તુલના શૂટિંગ સાથે કરું તો તે સેટ પર બિલકુલ અલગ વ્યક્તિ છે.'  (ઇનપુટ IANS માંથી)