મોદીની આ યોજનાથી થશે 5 લાખનો ફાયદો

Apr 12, 2018, 11:56 AM IST

બસ બે દિવસ બાકી રહ્યા છે એટલે કે 14 એપ્રિલના રોજ પીએમ નરેંદ્ર મોદી પોતાની મહાયોજના લોંચ કરશે. આ યોજનાને છત્તીસગઢથી લોંચ કરવામાં આવશે. 

1/6

PM Modi will launch Ayushman Scheme on 14 April

PM Modi will launch Ayushman Scheme on 14 April

બસ બે દિવસ બાકી રહ્યા છે એટલે કે 14 એપ્રિલના રોજ પીએમ નરેંદ્ર મોદી પોતાની મહાયોજના લોંચ કરશે. આ યોજનાને છત્તીસગઢથી લોંચ કરવામાં આવશે. 14 એપ્રિલ એટલે કે ડો. ભીમરાવ આંબેડકરની જયંતિના દિવસે આ યોજના લોંચ કરવામાં આવશે. પીએમ મોદીની આ મહત્વાકાંક્ષી યોજનામાં દર વર્ષે 10 કરોડ પરિવારોની સારવાર માટે 5-5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વિમા કવર મળશે. આ યોજનાને મોદી કેર નામ આપવામાં આવ્યું છે. હકિકતમાં આ યોજનાનું નામ છે આયુષમાન યોજના. 

2/6

PM Modi will launch Ayushman Scheme on 14 April

PM Modi will launch Ayushman Scheme on 14 April

આ યોજનાનો આરંભ છત્તીસગઢ નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લાના જાંગલાથી કરવામાં આવશે. સરકારે બજેટ દરમિયાન દરેક પરિવારને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રીમાં કરાવવાનો વાયદો કર્યો હતો. ત્યારબાદ હવે આ સુવિધા શરૂ થવા જઇ રહી છે. આ સ્કીમમાં ફાયદો લેનાર પરિવારમાં કેટલા પણ સભ્ય હોય, બધા ફાયદો ઉઠાવી શકશે. આ સ્કીમનો ફાયદો યોગ્ય રીતે બધાને મળશે. તેની અધ્યક્ષતા હેલ્થ મિનિસ્ટર કરશે. 

3/6

PM Modi will launch Ayushman Scheme on 14 April

PM Modi will launch Ayushman Scheme on 14 April

ગ્રામીણ ક્ષેત્રોમાં વસતા લોકોને આ સ્કીમનો ફાયદો ત્યારે મળશે, જ્યારે તેમની પાસે એક રૂમનું કાચુ મકાન હોય, ઝૂંપડામાં રહેનાર પરિવાર અને એવો પરિવાર જેમાં 16 થી 59 વર્ષની વચ્ચેની ઉંમરના કોઇ એડલ્ટ સભ્ય ન હોય, મહિલા મુખિયાવાળા પરિવાર જેમાં 16 થી 59 વચ્ચે કોઇ પુરૂષ ન હોય. એવા પરિવાર જેમાં વિકલાંગ સભ્ય હોય અને તેમની દેખરેખ કરનાર કોઇ એડલ્ટ પરિવારમાં ન હોય અને તેમની આવક છૂટક મજૂરી હોય. જે પરિવારોની પાસે છત ન હોય અને તેમની કાયદાકીય રીતે મજૂરીથી મુક્ત કરાવવામાં આવ્યા હોય. 

4/6

PM Modi will launch Ayushman Scheme on 14 April

PM Modi will launch Ayushman Scheme on 14 April

શહેરમાં વસવાટ કરતા લોકો માટે શરતો અલગ છે. સરકારે શહેરી ક્ષેત્રમાં વસવાટ કરતાં ગરીબોને સ્કીમનો ફાયદો મળશે, ગરીબોની પસંદગી માટે કઇ કેટગરી બનાવવામાં આવી છે. કુલ મળીને 11 કેટેગરીમાં શહેરી ગરીબોને વહેંચવામાં આવ્યા છે, જે આ સ્કીમનો ફાયદો લઇ શકશે. 

5/6

PM Modi will launch Ayushman Scheme on 14 April

PM Modi will launch Ayushman Scheme on 14 April

આ અંતગર્ત પ્રતિ પરિવાર વાર્ષિક 5 લાખ રૂપિયા સુધી કવર મળશે. તેમાં લગભગ બધી ગંભીર બિમારીઓની સારવાર કવર થશે. આ ઉપરાંત કોઇપણ વ્યક્તિ (ખાસકરીને મહિલાઓ, બાળકો અને વડીલો) સારવારથી વંચિત ન રહી જાય, તેના માટે સ્કીમમાં ફેમિલી સાઇઝ અને ઉંમર પર કોઇ સીમા લગાવવામાં આવી નથી. આ સ્કીમમાં હોસ્પિટલાઇજેશન પહેલાં અને પછી ખર્ચને પણ સામેલ કરવામાં આવ્યો છે. દર વખતે હોસ્પિટલાઇજેશન માટે ટ્રાંસપોર્ટેશન એલાઉન્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, જેની ચૂકવની લાભાર્થીને કરવામાં આવશે. 

6/6

PM Modi will launch Ayushman Scheme on 14 April

PM Modi will launch Ayushman Scheme on 14 April

આ સ્કીમ હેઠળ પેનલમાં સામેલ દેશના કોઇપણ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં કેશલેશ સારવાર કરાવી શકાશે. રાજ્યોમાં બધી સરકારી હોસ્પિટલો આ સ્કીમમાં સામેલ ગણવામાં આવશે. સંબંધિત હોસ્પિટલોને બેડ ઓક્યૂપેંસી રેશ્યો પેરામીટરના આધારે તેને પેનલમાં સામેલ કરવામાં આવી શકે છે. પ્રાઇવેટ હોસ્પિટલોમાં નિશ્વિત ક્રાઇટીરિયાના આધારે ઓનલાઇન ઇમ્પેનલ્ડ કરવામાં આવશે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close