પ્રીતિ ઝિંટાની ટીમ હારી તો વિરેન્દ્ર સહેવાગ પર ફરી થઈ નારાજ?

May 9, 2018, 04:55 PM IST

આઈપીએલમાં પંજાબની રાજસ્થાનના હાથે હાર બાદ પ્રીતિ ઝિંટા પોતાના મિજાજની વિરુદ્ધ દુખી જોવા મળી. સામાન્ય રીતે ખૂબ ઉત્સાહિત રહેનારી પ્રીતિ ઝિંટા મેચ બાદ સહેવાગ સાથે વાત કરતા સમયે પણ ખૂબ નારાજ લાગતી હતી. 

 

1/5

Preity un happy with Sehwag

Preity  un happy with Sehwag

આઈપીએલની સીઝન 11માં પહેલા રવિવારે પોતાના નવા ઘર ઈન્દોરમાં પંજાબે રાજસ્થાનને હરાવ્યું હતું, પરંતુ બે દિવસ જ મંગળવારે રાજસ્થાનને તેના ઘર જયપુરમાં ન હરાવી શકી અને રોમાંચક મુકાબલામાં 15 રને હારી ગઈ. તે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાનની પંજાબ વિરુદ્ધ રાજસ્થાનનો સતત પાંચમો વિજય હતો. પંજાબની હારથી ટીમના સહ માલિક પ્રીતિ ઝિંટા નારાજ જોવા મળી. પ્રીતિનું દુખ ત્યારે પણ જોવા મળ્યું જ્યારે તે મેદાન પર હાર બાદ સહેવાગની સાથે વાત કરતા નજરે પડી. તસ્વીરોમાં પણ દેખાઈ છે કે સહેવાગથી કોઈ વાતને લઈને નારાજ છે. (ફોટોઃ IANS)

 

2/5

Preity annoyed with sehwag

Preity annoyed with sehwag

મેચ બાદ જે પ્રકારે પ્રીતિ સહેવાગ સાથે વાત કરતી હતી તો લાગતું હતું કે પ્રીતિ દુખી ઓછી અને કોઈ વાતથી નારાજ દેખાઈ છે. સહેવાગ અને પ્રીતિ વચ્ચે વાતચીત થઈ તે દ્રશ્ય પ્રથમવાર જોવા મળ્યુંત તેવું નથી. આ પહેલા જ્યારે એક લો સ્કોરિંગ મેચમાં હૈદરાબાદ વિરુદ્ધ પંજાબની ટીમ માત્ર 133 રનનો લક્ષ્યનો પીછો કરતા અસફળ રહી હતી ત્યારે પણ પ્રીતિ સહેવાગથી નારાજ થઈને વાત કરતી જોવા મળી હતી. (ફોટોઃ IANS)

3/5

Preity disappointed

Preity disappointed

પંજાબની હાર જેમ જેમ નજીક દેખાતી હતી તેમ દર્શકોમાં બેઠેલી પ્રીતિ ઉદાસ દેખાતી હતી. પરંતુ અંતિમ ઓવરોમાં જ્યારે રાહુલ બાઉન્ટ્રી ફટકારતો હતો ત્યારે પ્રીતિ તેનો ઉત્સાહ વધારતી હતી. આ મેચમાં કેએલ રાહુલ સિવાય પંજાબનો કોઈપણ બેટ્સમેન ન ચાલી શક્યો અને પૂરા મેચમાં રાજસ્થાનના બોલરોનો દબાવ બનાવી રાખ્યો. (ફોટોઃ IANS)

4/5

Preity meets opponents happily

Preity meets opponents happily

ઉલ્લેખનીય છે કે પ્રીતિ ટીમનો ઉત્સાહ વધારવામાં કોઈ કસર છોડતી નથી અને ટીમની દરેક જીતના જશ્નમાં સામેલ થાય છે. તે ટીમની જીત બાદ ખેલાડીઓને ગળે મળે છે. આ સિવાય તે વિરોધી ટીમના માલિકોને પણ ઉત્સાહથી મળે છે. આ મેચમાં પણ તે રાજસ્થાનના મેન્ટર શેન વોર્નને ખુશ થઈને મળી પરંતુ તેના ચહેરા પર હારનો ગમ દેખાતો હતો. (ફોટોઃ IANS)

5/5

preity happy with KL Rahul innings

preity happy with KL Rahul innings

કેએલ રાહુલે ન માત્ર બેટ કેરી કહ્યું પરંતુ એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. તેણે આઈપીએલમાં સૌથી ધીમી અર્ધસદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. આ વર્ષે આઈપીએલની સૌથી ફાસ્ટ અર્ધસદી ફટકારનાર રાહુલે રાજસ્થાન સામે અર્ધસદી માટે 48 બોલ રમ્યા. અંતમાં રાહુકે આક્રમક બેટિંગ કરી પરંતુ ત્યારે રનરેટ ખૂબ વધી ગઈ હતી. મેચ બાદ રાહુલની બેટિંગથી પ્રીતિ ઝિંટા સંતુષ્ટ હતી અને તેને ગલે લગાવીને શુભેચ્છા આપી. (ફોટોઃ IANS)

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close