જલ્દી લોન્ચ થશે Realme 2, બે રિયર કેમેરા સાથે આવશે આ ફોન

રિયલમી 2 (Realme 2) વિશે થોડા દિવસો પહેલા કંપનીની ઓફિસિયલ વેબસાઇટ પર જાણકારી લીક થઇ ગઇ હતી. પરંતુ ત્યારેબાદ તેને હટાવી દેવામાં આવી હતી.

રિયલમી 1 એન્ડ્રોઇડ ઓરિયો 8.1 બેસ્ટ ઓપ્પોના કલર ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. ફોનમાં 13 MPના રિયર કેમેરા અને સેલ્ફી માટે 8 MPનો ફ્રન્ટ કેમેરો છે. રિયલમી 1માં 3410 mAhની બેટરી આપવમાં આવી હતી.

ટ્વિટરના માધ્યમથી મળી જાણકારી

1/6
image

રિયલમી 2 (Realme 2) વિશે થોડા દિવસો પહેલા કંપનીની ઓફિસિયલ વેબસાઇટ પર જાણકારી લીક થઇ ગઇ હતી. પરંતુ ત્યારેબાદ તેને હટાવી દેવામાં આવી હતી. હેવ ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપનીએ એક ટ્વિટના માધ્યમથી જાણકારી આપી છે કે રિયલમી 2માં નોચ અને બે રિયર કેમેરા આપવામાં આવશે. આ શીવાય કેટલીક વેબસાઇટની તરફથી આ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફોનમાં 4,230 mAhની બેટરી હશે.

4,230 mAhની હશે બેટીર

2/6
image

જો રિયલમી 2માં 4,230 mAhની બેટરી આપવમાં આવશે તો તે પોતાના વિરોધી રેડમી નોટ 5, એમઆઇ એ2, હોનર 9એન, અને અન્ય ફોનમાં સૌથી વધુ બેટરી વાળો ફોન હશે. આ શીવાય ફોનમાં ડ્યૂઅલ સેટઅપ સાથે કેમેરો આવવાની આશા છે. આ ફિચર કંપની તરફથી રિયલમી 1માં પણ આપવામાં આવી ન હતી.

ફોનમાં 2 રિયર કેમેરા

3/6
image

રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, રિયલમી 2માં 13 MPનો પ્રાઇમરી અને એલઇડી ફ્લેશ સાથે 2 MPનો સેકેન્ડરી સેન્સર કેમેરો હશે. ફોનની ટીચર પિક્ચરમાં ’Coming Soon’ ટેગલાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ડાયમંડ કટ ડિઝાઇનની સાથે આવશે ફોન

4/6
image

રિયલમી 2 ડાયમંડ કટ ડિઝાઇન સાથે આવવાની આશા છે. આવી જ ડિઝાઇન રિયલમી 1માં આપવામાં આવી હતી. સ્માર્ટફોનમાં રિયર પર ફિંગરપ્રિંટ સ્કેનર આપવાની પણ આશા છે. તેમને જણાવી દઇએ કે રિયલમી 2 ઓપ્પોના રિયલમી 1નું અપગ્રેડ વર્ઝન છે.

મે મહિનામાં લોન્ચ થયો હતો રિયલમી 1

5/6
image

રિયલમી 1ને આ વર્ષે મે મહિનામાં ઇન્ડિયાના માર્કેટમાં એક્સક્લૂઝીવ તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો. રિયલમી 1માં 6 ઇંચની ફુલ HD- સ્ક્રિન છે. તેનું રિઝ્યુલેશન 2160X1080 પિક્સલ છે. રિયલમી 1માં ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો P60 પ્રોસેસર છે. ફોનના બે વર્ઝન છે. પહેલમાં 3 GB રેમ અને 32 GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. જ્યારે બીજામાં 6 GB રેમ અને 128 GBની ઇન્ટરનલ સ્ટોરેજ છે.

રિયલમી 1માં 3410 mAhની બેટીર

6/6
image

રિયલમી 1 એન્ડ્રોડ ઓપિયો 8.1 બેસ્ટ ઓપ્પોએ કલર ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. ફોનમાં 13 MPના રિયર કેમેરો અને સેલ્ફી માટે 8 MPનો ફ્રન્ટ કેમેરો છે. રિયલમી 1માં 3410 mAhની બેટરી આપી છે.