Photos : સાબરમતી કાંઠે ખુલ્લું મૂકાયું રિવરફ્રન્ટ હાઉસ, ખાસ કામ માટે લેવાશે ઉપયોગમાં...

આજે અમદાવાદમાં સાબરમતી કિનારે બનાવાયેલું રિવરફ્ન્ટ હાઉસનું લોકાર્પણ કરાયું છે. સીએમ વિજય રૂપાણીએ આ હાઉસ ખુલ્લુ મૂક્યું હતું. લોકાર્પણ પહેલા જ  રિવરફ્રન્ટ હાઉસને એક દિવસ પહેલા રોશનીથી શણગારવામાં આવ્યું હતું.

જાવેદ સૈયદ/અમદાવાદ : આજે અમદાવાદમાં સાબરમતી કિનારે બનાવાયેલું રિવરફ્ન્ટ હાઉસનું લોકાર્પણ કરાયું છે. સીએમ વિજય રૂપાણીએ આ હાઉસ ખુલ્લુ મૂક્યું હતું. લોકાર્પણ પહેલા જ  રિવરફ્રન્ટ હાઉસને એક દિવસ પહેલા રોશનીથી શણગારવામાં આવ્યું હતું.
ત્યારે તમને એવું થતુ હશે કે આખરે આ રિવરફ્રન્ટ હાઉસનો શુ ઉપયોગ કરવાનો હશે. સાબરમતીનના કાંઠે બનેલા રિવરફ્રન્ટ હાઉસ 1,901 ચોરસ મીટરના વિસ્તારમાં પથરાયેલું છે. ત્યારે જાણી લો કે શું છે તેનો ઉપયોગ અને કેવી છે તેની ખાસિયતો...

1/5
image

44 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ હાઉસ ઉભુ કરાયું છે. રિવરફ્રન્ટ હાઉસ સાબરમતી નદીની પશ્ચિમ બાજુએ ગાંધી અને નહેરુ બ્રિજની વચ્ચે તેમજ વલ્લભસદનની પાછળ બનાવવામાં આવ્યું છે. 1,901 ચોરસ મીટર વિસ્તારમાં તેને બનાવવામાં આવ્યું છે.

2/5
image

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપનીની સ્થાપનાનાં 21 વર્ષ બાદ વોલ્યુમેટ્રિક બાયલોઝ પ્રમાણેનું પહેલું મોડલ બિલ્ડિંગ એટલે કે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ હાઉસ તૈયાર કરાયું છે. રિવરફ્રન્ટ હાઉસમાં અદ્યતન ‌લિફ્ટ, સેન્ટ્રલી એસી સહિતના લાઈટને લગતાં વિવિધ કામ પાછળ સરેરાશ 1.5 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.

3/5
image

હાઉસનો પહેલો, ત્રીજો, ચોથો અને પાંચમો માળ વિવિધ કોર્પોરેટ કંપનીને જ્યારે ટોપ ફલોર રેસ્ટોરાં માટે લીઝ પર અપાશે. સમગ્ર બિલ્ડિંગમાં 3 અલગ અલગ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. રિવરફ્રન્ટ હાઉસના પાર્કિગ એરિયામાં 156 સ્કૂટર અને 56 કાર પાર્ક કરી શકાશે

4/5
image

રિવરફ્રન્ટ હાઉસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મ્યુઝિયમ અને એક્ઝિબિશન કરનારાઓને આપવામાં આવશે. રિવરફ્રન્ટ હાઉસની આસપાસ આવેલા 15 જેટલા પ્લોટોની કમર્શિયલ વપરાશ માટે હરાજી કરવામાં આવશે. 

5/5
image

રિવરફ્રન્ટ હાઉસ પાસે સ્ટેનલેશ સ્ટીલનો મોટા દીવો પણ મૂકવામાં આવશે. આ દીવો 36 ફૂટ ઊંચો અને 16 ફૂટ વ્યાસ ધરાવતો તેમજ તેનું વજન ત્રણ ટન રહેશે. આ દીવો વિશ્વમાં સૌથી ઊંચો સોલર લાઇટથી ઓટોમેટિક ઝળહળતો દીવો હશે.