Photos : ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે છૂટા હાથે મારામારીના લાઈવ દ્રશ્યો

ગુજરાત વિધાનસભામાં આજે ખુબ શરમજનક ઘટના ઘટી છે. લોકશાહી શર્મસાર થઈ છે. વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે છૂટાહાથે મારામારીનો બનાવ બન્યો છે. હંગામાની વચ્ચે ગૃહને 10 મિનિટ મોકૂફ રાખવામાં આવ્યું. મળતી માહિતી મુજબ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમને સવાલ ન પૂછવા દેવામાં આવતા આ મામલો વણસ્યો હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત અને ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ વચ્ચે છૂટાહાથે મારામારી થઈ. એવો પણ આરોપ છે કે દૂધાતે પંચાલને લાફો માર્યો. કોંગ્રેસના ધારાસભ્યો ઘટના દરમિયાન વેલમાં ધસી આવ્યાં હતાં.

Mar 14, 2018, 03:10 PM IST
1/10

2/10

સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય અમરીશ ડેર

3/10

કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત. જેમની જગદીશ પંચાલ સાથે મારામારી થઈ.

4/10

ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ

5/10

6/10

7/10

8/10

9/10

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ સમગ્ર ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ અને દુ:ખદ ગણાવી. અલ્પેશ ઠાકોરના કહેવા મુજબ ભાજપના ધારાસભ્ય દ્વારા અપશબ્દો બોલવામાં આવતા મામલો બિચકાયો હતો.

10/10

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ સમગ્ર બનાવને વખોડ્યો હતો.