Photos : વાવાઝોડા વચ્ચે લાહોલ સ્પીતીમાં બરફવર્ષા, નજારો બન્યો જોવાલાયક

May 8, 2018, 11:46 AM IST

ઉત્તર ભારતમાં એક તરફ ભારે વાવાઝોડાની આગાહી વચ્ચે હિમાચલમાં બરફવર્ષા થઇ રહી છે. લાહોલ અને સ્પીતીમાં બરફ વર્ષા થતાં ઘણા ખરા વિસ્તારોમાં તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી રહ્યો છે. આ સાથે અહીંનો નજારો જોવાલાયક બન્યો છે. 

1/5

વાવાઝોડા વચ્ચે લાહોલ સ્પીતીમાં બરફવર્ષા, નજારો બન્યો જોવાલાયક

વાવાઝોડા વચ્ચે લાહોલ સ્પીતીમાં બરફવર્ષા, નજારો બન્યો જોવાલાયક

બરફવર્ષા થયા બાદ એવી શક્યતા જોવાઇ રહી છે કે પર્યટકો મોટી સંખ્યામાં આવી શકે છે. બીજી તરફ હવામાન ખાતા તરફથી એવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે આગામી બે ત્રણ દિવસમાં વધુ બરફવર્ષા થવાની સંભાવના છે અને તાપમાન વધુ નીચે જઇ શકે છે.

2/5

વાવાઝોડા વચ્ચે લાહોલ સ્પીતીમાં બરફવર્ષા, નજારો બન્યો જોવાલાયક

વાવાઝોડા વચ્ચે લાહોલ સ્પીતીમાં બરફવર્ષા, નજારો બન્યો જોવાલાયક

લાહોલ સ્પીતીમાં બરફવર્ષ બાદ આ વિસ્તારના લોકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે. બરફવર્ષાને પગલે અહીં સફેદ ચાદર ઢંકાઇ ગઇ છે અને પર્યટકોનો ધસારો વધવાની સંભાવના છે.

3/5

વાવાઝોડા વચ્ચે લાહોલ સ્પીતીમાં બરફવર્ષા, નજારો બન્યો જોવાલાયક

વાવાઝોડા વચ્ચે લાહોલ સ્પીતીમાં બરફવર્ષા, નજારો બન્યો જોવાલાયક

એક તરફ ઉત્તર ભારતમાં નુકસાનની સંભાવનાઓ જોવાઇ રહી છે તો બીજી તરફ હિમાચલમાં બરફ વર્ષાએ દસ્તક દીધી છે. લાહોલ અને સ્પીતીનો નજારો જોવાલાયક બન્યો છે. લાહોલ સ્પીતીમાં મંગળવારે સવારેથી જ બરફવર્ષા થયા બાદ મોસમ ખુશનુમા બન્યું છે. લાહોલમાં બરફવર્ષાથી ઠંડી હવા ચાલી રહી છે જેને પગલે તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી રહ્યો છે. 

4/5

વાવાઝોડા વચ્ચે લાહોલ સ્પીતીમાં બરફવર્ષા, નજારો બન્યો જોવાલાયક

વાવાઝોડા વચ્ચે લાહોલ સ્પીતીમાં બરફવર્ષા, નજારો બન્યો જોવાલાયક

સોમવારે રાજસ્થાનના બિકાનેરમાં રેતીના વાવાઝોડાએ લોકોને ભારે પરેશાન કરી મુક્યા હતા. આ જોતાં મોટી તબાહીની પણ આગાહી કરવામાં આવી હતી. 

5/5

વાવાઝોડા વચ્ચે લાહોલ સ્પીતીમાં બરફવર્ષા, નજારો બન્યો જોવાલાયક

વાવાઝોડા વચ્ચે લાહોલ સ્પીતીમાં બરફવર્ષા, નજારો બન્યો જોવાલાયક

હવામાન વિભાગની ચેતાવણી બાદ ઉત્તર ભારતમાં ભારે વાવાઝોડાથી એલર્ટ જાહેર કરાયું છે. સોમવારે દિલ્હી, હરિયાણા અને એનસીઆરમાં તીવ્ર પવન ફૂંકાતાં લોકોને ગરમીથી રાહત થવા પામી હતી જોકે સામે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close