સ્વિટ્ઝરલેન્ડમાં 'ગુલાબો' બનીને ઘૂમી રહી છે સોનમ કપૂર, જાણો કારણ

1/8
image

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર જલદી અક્ષયકુમારની પેડમેન ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. જો કે સોનમ આજકાલ ફિલ્મનું પ્રમોશન છોડીને સ્વિટ્ઝરલેન્ડમાં ગુલાબો બનીને ઘૂમી રહી છે. 

2/8
image

વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે પિન્ક કલરના પેન્ટ સૂટમાં જોવા મળી રહી છે અને આ તસવીરો સ્વિટ્ઝલેન્ડની છે. 

3/8
image

તસવીરોમાં તે ખુબ સુંદર લાગી રહી છે. આ અગાઉ  તે એરપોર્ટ ઉપર પણ ડસ્કી બ્રાઉન કલરના પેન્ટ સૂટમાં જોવા મળી હતી. 

4/8
image

અત્રે જણાવવાનું કે આ ડ્રેસ Bouguessaનો છે. સ્વિટ્ઝરેલન્ડમાં તે WC Schaffhausenના 150 વર્ષ પૂરા થયાના અવસરે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં ભાગ લેવા માટે સોનમ સ્વિટ્ઝરેલન્ડ ગઈ હતી. 

5/8
image

આ સ્વિઝ લક્ઝરી વોચ બ્રાન્ડ છે. ભારતમાં સોનમ તેની બ્રાન્ડ એમ્બેસેડર છે. 

6/8
image

મેકઅપ આર્ટિસ્ટ નમ્રતા સોનીએ પણ કેટલીક તસવીરો શેર કરી છે.

7/8
image

સોનમના ડ્રેસ અને મેકઅપની વાત કરીએ તો આ તસવીરોમાં તે ખુબ સુંદર લાગી રહી છે. 

8/8
image

પેડમેન ઉપરાંત સોનમ ફિલ્મ વીરે દી વેડિંગમાં જોવા મળશે અને આ ફિલ્મ પહેલી જૂનના રોજ રિલીઝ થવાની છે. (તસવીરો સાભાર નમ્રતા સોની અને Bouguessaના ટ્વિટર હેન્ડલથી લેવામાં આવી છે.)