ખોબા જેવડા ગામમાં ઉડીને પરણવા આવ્યા વરરાજા! Pics

Mar 9, 2018, 11:47 AM IST
1/8

શહેરી વિસ્તારમાં તો મોટાભાગે ઝાકમઝોળ વચ્ચે અનોખી રીતે લગ્ન કરવામાં આવતા હોય છે અને વરરાજાની લગ્ન મંડપ સુધીની એન્ટ્રી પણ યાદગાર રહે તે રીતે કરવામાં આવે છે

2/8

મોરબી જીલ્લાના સાવ નાનકડા એવા એવા મિયાણી ગામે રહેતા રંભાણી પરિવારના આંગણે છેલ્લા દીકરાના લગ્ન હોવાથી આ લગ્ન  ગ્રામજનો સહિતનાઓ માટે યાદગાર બની રહે તે માટે પિતાએ તેના દીકરા કે પરિવાજનોને જાણ કાર્ય વગર દીકરાની જાન હેલિકોપ્ટરમાં લઇ જવાનું નક્કી કર્યું હતું

3/8

 આ સંજોગોમાં મિયાણીથી માટેલ ગામે જવા માટે જાન રવાના થવાની તૈયારી કરી રહી હતી ત્યારે અચાનક જ ગામના પાદરમાં હેલિકોપ્ટર આવીને ઉભું રહ્યું હતું 

4/8

એક પિતાએ તેના દીકરાને અનોખી રીતે લગ્નની સૌથી મોટી અને યાદગાર ગીફ્ટ આપી હતી

5/8

મોરબી જીલ્લાના મિયાણી ગામના માજી સરપંચ ચતુરભાઈ રંભાણીને સંતાનમાં બે દિકરા અને એક દીકરી છે. તેમણે એક દીકરા અને દીકરીના અગાઉ ધામધુમથી તેમને લગ્ન કરાવી દીધા હતા પણ નાના દીકરા ઘનશ્યામના લગ્ન 6 માર્ચના દિવસે હતા

6/8

આ લગ્ન સમગ્ર ગામ માટે યાદગાર બની રહે તે માટે ઘનશ્યામની જાન અલગ રીતે લઇ જવાનું ચતુરભાઈએ મનમાં નક્કી કરી લીધું હતું 

7/8

તેમણે વરરાજા કે પછી પરીવારના કોઇપણ સભ્યને કહ્યા વગર હેલિકોપ્ટર ભાડે આપતી રાજકોટની ખાનગી કંપનીનો સંપર્ક કર્યો હતો અને મિયાણી ગામેથી વાંકાનેર તાલુકાના માટેલ ગામ સુધી દીકરાના લગ્નની જાન હેલિકોપ્ટરમાં લઇ જવાનું નક્કી કરી નાખ્યું હતું.

8/8

લગ્નના દિવસે ઘરેથી જાન પ્રસ્થાન કરે ત્યાં સુધી ચતુરભાઈ અને તેના પત્ની સિવાય કોઈને જાણ ન હતી કે જાન હેલિકોપ્ટરમાં જવાની છે