શ્રીદેવીના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યું બોલિવૂડ, ભીની આંખે આપી શ્રદ્ધાંજલિ

Feb 28, 2018, 12:12 PM IST

બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવીના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર આજે બપોરે મુંબઈમાં 3.30 વાગ્યે વિલે પાર્લેના સેવા સમાજ સ્મશાન ભૂમિ ખાતે કરવામાં આવશે. મંગળવારે રાતે 10.30 વાગે શ્રીદેવીનું પાર્થિવ શરીર મુંબઈ તેમના ઘરે પહોંચ્યું હતું. શ્રીદેવીના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર પહેલા આજે તેને મુંબઈના સેલીબ્રેશન ક્લબ ગાર્ડનમાં રાખવામાં આવ્યું છેં જ્યાં શ્રીદેવીના ચાહકોએ પોતાની પ્રિય અભિનેત્રીના અંતિમ દર્શન માટે લાંબી લાઈનો લગાવી છે. આ ઉપરાંત સમગ્ર બોલિવૂડ પણ ઉમટી પડ્યું છે. ત્યારબાદ અંતિમ યાત્રા બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને વિલેપાર્લેના સેવા સમાજ શ્મસાન ભૂમિ જઈને સમાપ્ત થશે. શ્રીદેવીના પાર્થિવ દેહને સ્પોર્ટ્સ ક્લબ ખાતે બપોરે 12.30 વાગ્યાં સુધી રાખવામાં આવશે અને ત્યારબાદ અંતિમ યાત્રા શરૂ કરાશે. બપોરે 3.30 વાગ્યે વિલે પાર્લે સેવા સમાજ સ્મશાન ભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

1/17

કાજોલ પણ પહોંચી શ્રીદેવીના અંતિમ દર્શન માટે

2/17

અજય દેવગણ

3/17

જયા બચ્ચન

4/17

શ્રીદેવીના દિયર અને અભિનેતા સંજય કપૂર

5/17

6/17

એશ્વર્યા રાય બચ્ચન

7/17

સુષ્મિતા સેન

8/17

સુષ્મિતા સેન

9/17

સોનમ કપૂર

10/17

સોનમ કપૂર

11/17

હેમા માલિની પુત્રી એશા સાથે

12/17

અભિનેતા અક્ષય ખન્ના

13/17

અભિનેતા મનિષ પોલ  

14/17

15/17

અભિનેત્રી ઉર્વશી રાઉતેલા

16/17

પીઢ અભિનેતા સુરેશ ઓબોરોય અને તેમનો પુત્ર તથા અભિનેતા વિવેક ઓબોરોય

17/17

દિગ્દર્શક સુભાષ ઘાઈ

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close