ટીમ ઇન્ડીયાના ફાસ્ટ બોલરે ચોરી છૂપે કરી લીધા લગ્ન: જુઓ PHOTOS

Mar 9, 2018, 04:26 PM IST

ટીમ ઇન્ડીયાના ફાસ્ટ બોલર પરવિંદર અવાનાએ મંગળવારે દિલ્હી પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર પદ પર કાર્યરત સંગીતા કસાના સાથે ચોરી છૂપે લગ્ન કરી લીધા. આ પ્રકારે લગ્ન કરી પરવિંદરે પોતાના ફેંસને સરપ્રાઇઝ આપી છે.

1/7

2012માં ટીમ ઇન્ડીયા માટે ઇગ્લેંડ વિરૂદ્ધ રમી ચૂકેલા ફાસ્ટ બોલર પરવિંદર અવાનાએ તાજેતરમાં છાપામાના લગ્ન કરી લીધા છે. પરવિંદરે ગાજિયાબાદના ભોપુરામાં લગ્ન કરી લીધા, જેમાં તેમના સંબંધીઓ અને અંગત લોકોએ ભાગ લીધો. પરવિંદરે દિલ્હી પોલીસની સબ ઇન્સપેક્ટર સંગીતા કસાના સાથે 7 માર્ચના રોજ સાત ફેરા લીધા. પરવિંદર ઇગ્લેંડ વિરૂદ્ધ ટીમ ઇન્ડીયામાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યાં નહી. જો કે પરવિંદરે આઇપીએલની ત્રીજી સિઝનમાં રમ્યા હતા. 

2/7

લગ્ન પછી પરવિંદર રિસેપ્શન પાર્ટી આપશે. રિસેપ્શનની પાર્ટી 10 માર્ચના રોજ નોઇડામાં થશે. જેમાં ઘણા વીઆઇપી લોકો અને ક્રિકેટર્સ પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 

3/7

બોલર પરવિંદરની પત્ની સંગીતા કસાના દિલ્હી પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર છે (ફોટો સાભાર-ફેસબુક) 

4/7

પરવિંદર અવાના ટીમ ઇન્ડીયાના માટે ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યા છે અને IPLમાં કિંગ્સ ઇલેવન પંજાબ માટે ઘણા વર્ષો સુધી પરવિંદર IPLની વધુ સીઝનમાં રમી શક્યા નહી. તેમણે IPLની ત્રણ સીઝન (2012, 2013 અને 2014)માં રમી છે. (ફોટો સાભાર-ફેસબુક)

5/7

વર્ષ 2012માં પરવિંદર ટીમ ઇન્ડીયામાં સામેલ થયા હતા અને વાનખેડેમાં ઇગ્લેંડ વિરૂદ્ધ ટી-20 મેચ રમ્યા હતા. (ફોટો સાભાર-ફેસબુક)

6/7

પરવિંદર જ્યારે હિમાચલ પ્રદેશ માટે રમતા હતા, ત્યારે તેમણે વર્ષ 2007માં પોતાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. (ફોટો સાભાર-ફેસબુક)

7/7

ફાસ્ટ બોલરના રૂપમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલા પરવિંદરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 62 મેચમાં 191 વિકેટ ઝડપી. (ફોટો સાભાર-ફેસબુક)