આ છે વનડેમાં સૌથી ઝડપી પાંચ હજાર રન બનાવનાર પાંચ ખેલાડી

Mar 4, 2018, 09:05 PM IST

તાજેતરમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને વનડેમાં પાંચ હજાર રન પુરા કર્યા. સૌથી ઝડપી પાંચ હજાર રન પુરા કરનારો તે ન્યૂઝીલેન્ડનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે, જ્યારે વિશ્વમાં તેનાથી આગળ ચાર બેટ્મેનો છે જેમાં વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. 

 

1/5

Hashim Amla is no 1 in getting 5000 run quickly

Hashim Amla is no 1 in getting 5000 run quickly

તાજેતરમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને વનડેમાં પાંચ હજાર રન પુરા કર્યા. સૌથી ઝડપી પાંચ હજાર રન પુરા કરનારો તે ન્યૂઝીલેન્ડનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેવા ખેલાડીઓની ચર્ચા થઈ રહી છે જેણા વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 5 હજાર રન પુરા કર્યાં છે, આ યાદીમાં સૌથી પ્રથમ છે અમલા.. દક્ષિણ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન હાશિમ અમલાએ 101 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. વિન્ડીઝ સામે 2015માં ડરબન વનડે દરમિયાન અમલાએ આ મુકામ હાસિંલ કર્યો હતો. ડેબ્યૂના 6 વર્ષ અને 313 દિવસ બાદ અમલાએ આ કારનામું કર્યું હતું. 

 

2/5

Viv Richards is no. 2

Viv Richards is no. 2

વેસ્ટઈન્ડિઝના મહાન ખેલાડી વિવિયન રિચર્ડસે આ મુકામે પહોંચવા માટે 113 મેચ રમી હતી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ 1987માં વિવિયન આ એલીટ ક્લબમાં સામેલ થયા હતા. ડેબ્યૂના 11 વર્ષ અને 237 દિવસ બાદ તે આ મુકામે પહોંચ્યો હતો. 

3/5

Virat kohli is no. 3

Virat kohli is no. 3

આ સમયે વિશ્વના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાં સામેલ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોહલી પણ આ લિસ્ટમાં સામેલ છે. ક્રિકેટના દરેક ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા વિરાટે 114 ઈનિંગમાં 5000  વનડે રન પુરા કર્યા હતા. વિરાટે વિન્ડીઝ વિરુદ્ધ 2013માં આ સિદ્ધિ મેળવી હતી. ક્રિકેટમાં ડેબ્યૂ કર્યાના 5 વર્ષ 93 દિવસમાં વિરાટે આ મુકામ હાંસિલ કર્યો હતો. 

4/5

Brian Lara is no. 4

Brian Lara is no. 4

વેસ્ટઇન્ડિઝનો લેજન્ડ ખેલાડી બ્રાયન લારાએ 118 ઈનિંગમાં આ મુકામને નવેમ્બર 1997માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમતા હાસિંલ કર્યો હતો. લારાએ પોતાના ડેબ્યૂના 6 વર્ષ અને 359 દિવસમાં આ કારનામાને અંજામ આપ્યો હતો. 

5/5

Ken Williamson is no 5

Ken Williamson is no 5

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન આ ખાસ ક્લબમાં સામેલ થનારો પ્રથમ ન્યૂઝીલેન્ડનો ખેલાડી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ માર્ચ 2018માં રમતા વિલિયમ્સન આ મુકામ પર પહોંચ્યો હતો. આ મુકામે પહોંચવા માટે તેણે 119 ઈનિંગ રમી છે. ડેબ્યૂના 7 વર્ષ અને 205 દિવસમાં તેણે આ કારનામું કર્યું છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close