અોસ્ટ્રેલિયન ઓપનમાં આ ખેલાડીઓ જોવા મળશે આમને સામને

Jan 12, 2018, 02:38 PM IST
1/9

Roger Federer

 Roger Federer

વિશ્વ રેન્કિંગમાં બીજા સ્થાને રહેલા દિગ્ગજ ખેલાડી રોજર ફેડરર ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાનો ખિતાબ બચાવવાના અભિયાનની શરૂઆત સ્લોવાનિયાના ખેલાડી અલ્જાજ બેડેને વિરુદ્ધ  કરશે અને ક્વાર્ટર ફાઈનલમાં તેનો સામનો ડેવિડ ગોફ્ફિન સામે થઈ શકે છે. 

2/9

rafael nadal

 rafael nadal

વિશ્વ રેન્કિંગમાં પહેલા સ્થાન પર રહેલા રાફેલ નડાલ આ ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત 83માં ક્રમના ડોમિનિક ગણરાજ્ય ખેલાડી વિક્ટર ઈસ્ટ્રેલ્લા બુર્ગોસ સામે કરશે. તે ક્વાર્ટરફાઈનલમાં 6ઠ્ઠા રેન્કિંગવાળા ક્રોએશિયાના મારિન સિલિચ સામે રમી શકે છે. 

 

3/9

Novak Djokovic

 Novak Djokovic

ઓસ્ટ્રેલિયન ઓપનની 6વાર વિજેતા રહી ચૂકેલા અને 14મા ક્રમના નોવાક જોકોવિચને થોડો મુશ્કેલ ડ્રો મળ્યો છે. પહેલા રાઉન્ડમાં તેનો સામનો અમેરિકી  ખેલાડી ડોનાલ્ડ યંગ સામે થશે જ્યારે બીજા રાઉન્ડમાં તેનો  સામનો ફ્રાન્સના ગાએલ મોંફિલ્સ સામે થઈ શકે છે.

 

4/9

Stan Wawrinka

 Stan Wawrinka

ગત વર્ષ વિમ્બલડન બાદ વાપસી કરી રહેલા ઓસ્ટ્રેલિયન ઓપનના પૂર્વ વિજેતા સ્ટાન વાવરિન્કા સામે પહેલા રાઉન્ડમાં લિથુઆનિયાના ખેલાડી રિકાર્ડ્સ બરનીકિસનો પડકાર રહેશે. વિશ્વ રેન્કિંગમાં ત્રીજા નંબરે રહેલા કાબિઝ ગ્રિગોર દિમિત્રોવનો પહેલા રાઉન્ડમાં ક્વોલિફાયર ખેલાડી સામે મુકાબલો થશે.  

5/9

Simona Halep

 Simona Halep

મહિલાઓના વર્ગમાં વિશ્વ રેન્કિંગમાં પહેલા સ્થાન પરની રોમાનિયાની કાબિઝ સિમોના હાલેપનો સામનો ઓસ્ટ્રેલિયાની વાઈલ્ડકાર્ડધારક દેસ્તાની અએવા સાથે થશે જ્યારે ક્વાર્ટર ફાઈનલમાં તે કારોલિના પિલિસ્કોવા સામે રમી શકે છે. 

 

6/9

Caroline Wozniacki

Caroline Wozniacki

ડેનમાર્કની પૂર્વ નંબર વન અને બીજા ક્રમની ખેલાડી કેરોલિન વોઝનિઆકી સામે પહેલા તબક્કામાં રોમાનિયાની મિહાલા બુઝનેસ્કુ પડકાર ફેકશે. ક્વાર્ટરફાઈનલમાં તેનો સામનો ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન યેલેના ઓસ્ટાપેન્કો જોડે થઈ શકે છે.

 

7/9

Garbine Muguruza

 Garbine Muguruza

વિમ્બલડન ચેમ્પિયન અને ત્રીજો ક્રમ મેળવેલ ગર્બાઈન મુગુરુજા પોતાના અભિયાનની શરૂઆત ફ્રાન્સની જેસિકા પોન્ચેટ વિરુદ્ધ કરશે.                          

 

8/9

Maria Sharapova

 Maria Sharapova

ડોપિંગના કારણે 15 મહિના સુધી મેદાનથી દૂર રહેલી 2008ની ચેમ્પિયન મારિયા શારાપોવાને અહીં કોઈ ક્રમ આપવામાં આવ્યો નથી. હાલમાં જ રેંકિંગમાં ટોચના 50માં સામેલ થનારી શારાપોવાનો પહેલા તબક્કામાં મુકાબલો 47માં ક્રમની જર્મન ખેલાડી તાતઝના મારિયા સાથે થશે. 

 

9/9

Venus Williams

Venus Williams

મહિલાઓમાં પાંચમો ક્રમ ધરાવતી 37 વર્ષની વીનસ વિલિયમ્સ પહેલા તબક્કામાં સ્વિટ્ઝરલેન્ડની બેલિંડા બેનસિક સામે રમશે. બેલિંડાએ હાલમાં જ ફેડરર સાથે હોફમેન કપ જીત્યો છે. વિલિયમ્સનો ક્વાર્ટર ફાઈનલમાં ચોથા ક્રમની ઈલિના સ્વિતોલિના સામે સામનો થઈ શકે છે. 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close