PHOTOS: વિરુષ્કાની મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી, બોલિવૂડ-ક્રિકેટ સેલેબ્સનો જમાવડો

Dec 27, 2017, 09:42 AM IST

મુંબઈ: વિરુષ્કા જોડી દિલ્હીમાં ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીમાં એકદમ ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી હતી. ત્યારે બધાને એમ લાગતુ હતું કે મુંબઈના રિસેપ્શનમાં તેઓ વેસ્ટર્ન સ્ટાઈલિશ લૂક અપનાવશે. પરંતુ આ જોડીએ અહીં પણ દેસી લૂક પસંદ કર્યો. જો કે લૂક થોડો ડિફરન્ટ હતો. મુંબઈ ખાતે રિસેપ્શન પાર્ટીમાં અનુષ્કા શર્મા ગોલ્ડન રંગના લંઘામાં જોવા મળી જ્યારે વિરાટ કોહલી વોલ્વેટ કપડામાં બંધ ગળાના સૂટમાં જોવા મળ્યો. વિરાટે બ્લ્યુ રંગના કોટ પર ક્રીમ કલરનું ટ્રાઉઝર પહેર્યુ હતું. પાર્ટીમાં અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી. 

1/15

2/15

3/15

4/15

5/15

6/15

7/15

8/15

9/15

10/15

11/15

12/15

હોટલ મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં આવેલી છે. આ હોટલના 9માં માળ પર એસ્ટર બોલરૂમમાં બંનેની લગ્નના રિસેપ્શનની પાર્ટીનું આયોજન થયું હતું.

13/15

મુંબઈની હાઈરાઈઝ સેન્ટ રેજિસમાં યોજાયેલી આ રિસેપ્શન પાર્ટીમાં અભિનેતા બોમન ઈરાની પત્ની સાથે, પૂર્વ ક્રિકેટર સંદીપ પાટીલ અને તેમના પત્ની, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મનિષ પાંડે, બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન અને તેમની પુત્રી શ્વેતા નંદા, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન વગેરેએ હાજરી આપી હતી. પાર્ટીમાં 600 જેટલા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

14/15

આ ઉપરાંત પ્રિયંકા ચોપરા, કરણ જોહર, માધુરી દિક્ષિત નેને, નીતા અંબાણી, શિખર ધવન, મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, ઝહીર ખાન અને સાગરિકા, સહિત અનેક સિતારાઓ જોવા મળ્યા હતાં. 

15/15

બોમન ઈરાની પત્ની સાથે રહ્યા હતાં હાજર 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close