જો તમને રાત્રે ઊંઘ નથી આવતી તો સાવચેત થઈ જશો! આ રોગની સંભાવના વધી જશે...

જે લોકોને રાત્રે પુરતી ઊંઘ આવતી નથી તેઓ યાદશક્તી સંબંધિત સમસ્યા વધવા લાગે છે, આ ઉપરાંત પણ કેટલીક અન્ય બિમારીઓ ઘર કરી જતી હોય છે 

જો તમને રાત્રે ઊંઘ નથી આવતી તો સાવચેત થઈ જશો! આ રોગની સંભાવના વધી જશે...

વોશિંગટનઃ એક નવા સંશોધન અનુસાર વયોવૃદ્ધ લોકો ઓછી ઊંઘ લેતા હોય છે. તેમના મસ્તિષ્કના અંદર તાઉ પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. આ બાબત ઓળખવાની ક્ષમતામાં ઘટાડો થવો અને અલ્ઝાઈમર રોગનો સંકેત છે. અમેરિકાની 'વોશિંગટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન' દ્વારા તાજેતરમાં કરાયેલા સંશોધન અનુસાર, ગાઢ નિદ્રા લેતા લોકોની યાદશક્તિ મજબૂત હોય છે અને સવારે ઊંઘીને ઉઠ્યા બાદ તેઓ ફ્રેશ અનુભવ કરે છે.

'સાયન્સ ટ્રાન્સલેશન મેડિસિન' નામના એક મેગેઝિનમાં પ્રકાશિત આ સંશોધન અનુસાર જીવનકાળના ઉત્તરાર્ધમાં સંપૂર્ણ ઊંઘ ન લઈ શકવાને કારણે મસ્તિષ્કના સ્વાસ્થ્યમાં ઘટાડાનો મોટો સંકેત હોઈ શકે છે. એટલે કે, તમને મગજ સંબંધિત કોઈ ને કોઈ બિમારી થવાનું જોખમ રહે છે. 

વોશિંગનટ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર બ્રેન્ડન લૂસીએ જણાવ્યું કે, "અમે લોકોમાં ગાઢ નિદ્રામાં ઘટાડા અને તાઉ પ્રોટીનના વધુ પડતા પ્રમાણ વચ્ચે સીધો સંબંધ શોધી કાઢ્યો છે. આ લોકો સામાન્ય રીતે અસ્વસ્થ હતા અથવા તો તેમની વર્તણૂક થોડી ચિંતાજનક હતી." 

सोशल मीडिया ने चुराई लाखों नौजवानों की नींद, अब लगाने पड़ रहे हैं हॉस्पिटल के चक्'€à¤•à¤°

લૂસીએ વધુમાં જણાવ્યું કે, 'તેનો અર્થ એવો થાય કે ઓછી ગાઢ નિદ્રા લેવી એ સામાન્ય અને ખરાબ માનસિક સ્થિતિ વચ્ચે એક સંકેતનું કામ કરે છે.'

વૈજ્ઞાનિકોને આ વિશેષ અભ્યાસમાં જાણવા મળ્યું કે, ઓછી ઊંઘને કારણે લોકોમાં યાદશક્તિ સંબંધિત સમસ્યા પેદા થવા લાગે છે. આ સાથે જ તેઓ બિન-જવાબદાર રીતે અલ્ઝાઈમર રોગનો પણ ભોગ બને છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news