ભારતનાં વર્લ્ડ કપ પર સંકટ: અનુકુલ રોયની ઉંમર પર સવાલ ઉઠ્યા

અનુકુલ રોય વધારે ઉંમરનો હોવા છતા પણ તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાનો આરોપ

ભારતનાં વર્લ્ડ કપ પર સંકટ: અનુકુલ રોયની ઉંમર પર સવાલ ઉઠ્યા

નવી દિલ્હી : ન્યૂઝીલેન્ડની ધરતી પર અંડર-19 વર્લ્ડકપનો ખિતાબ જીતનારી ટીમ ઇન્ડિયાનાં એક સિતારાને ખોટા કારણથી સમાચારોમાં છે. આ ખેલાડી છે અનુકૂલ રોય. બિહારનાં રહેવાસી અને ઝારખંડ તરફથી રમનાર અનુકૂલ રોય પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તે ઓવરએજ હોવા છતા તેને અંડર -19 વર્લ્ડ કપમાં રમાડવામાં આવ્યો. રાહુલ દ્રવિડની કોચિંગમાં ટીમ ઇન્ડિયાએ ચોથીવાર વર્લ્ડ કપનો ખિતાબ નામે કર્યો હતો. જો કે આ વિવાદનાં કારણે વર્લ્ડ કપની ઉજવણીમાં ભંગ પડી શકે છે.

અંડર -19 ક્રિકેટ વર્લ્ડકપમાં અનુકૂળ રોયે પોતાની સ્પિન બોલિંગ દ્વારા તમામને પ્રભાવિત કર્યા. ડાબા હાથનાં આ બોલરે 6 મેચમાં 14 વિકેટ પ્રાપ્ત કરી હતી. અનુકુળ અંડર -19 ટીમમાં તેવા સમયે સ્થાન મળ્યું જ્યારે તે ઇંગ્લેન્ડ મુલાકાત સમયે રાહુલ દ્રવિડે તેનાં પ્રદર્શન જોઇને ખુબ જ પ્રભાવિત થયા હતા.

હવે અનુકુળની ઉંમરની મુદ્દે આઇપીએસ સ્પોટ ફિક્સિંગનો ખુલાસો કરનારા અરજદાર આદિત્ય વર્માએ નવો ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે બીસીસીઆઇનાં એક્ટિંગ સેકેટ્રી અમિતાભ ચોધરી પર આરોપ જડતા કહ્યું કે, બીસીસીઆઇએ વગર અુકુળ ઉંમર જાણે અને વર્લ્ડકપમાં રમવા માટેની પરવાનગી આપી. તેમણે તેનાં માટે અમિતાભ ચોધરીને જવાબદાર ઠેરવ્યા હતા.

વર્માએ દાવો કર્યો કે, રોયને 2017માં ઉંમરનું યોગ્ય પ્રમાણપત્ર રજુ નહી કરી શકવાનાં કારણે બીસીસીઆઇ દ્વારા દોષીત ઠેરવવામાં આવ્યો હતો. તે સમયે અમિતાભ ચોધરી ઝારખંડ ક્રિકેટ એસોસિએશનનાં અધ્યક્ષ હતા. આદિત્ય વર્માએ આ મુદ્દે આઇસીસીને પણ એક પત્ર મોકલ્યો છે. તેમાં તેમણે લખ્યું કે, રોયને 2017માં ઉંમરનું પ્રમાણપત્ર રજુ નહી કરી શકવાનાં કારણે બીસીસીઆઇએ દોષીત ઠેરવ્યો હતો. બીસીસીઆઇનાં એક્ટિંગ સેક્રેટરી અમિતાભ ચૌધરીએ પોતાનાં પદનો દુરૂપયોગ કરીને રોયને અંડર -19 ક્રિકેટ ટીમમાં રમાડ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news