એશિયા કપઃ દાઉદ ઇબ્રાહિમ INDvsPAK મેચમાં લગાવી શકે છે સટ્ટો, 'D' કંપની પર 6 દેશોની નજર

દાઉદ ઇબ્રાહિમ પાસેથી આ જાણકારી મળ્યા બાદ 6થી વધુ દેશોની ઇન્ટેલિજન્સ એજન્સીઓની એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ પર નજર છે. 
 

 એશિયા કપઃ દાઉદ ઇબ્રાહિમ INDvsPAK મેચમાં લગાવી શકે છે સટ્ટો, 'D' કંપની પર 6 દેશોની નજર

નવી દિલ્હીઃ એશિયા કપ 2018માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર 19 સપ્ટેમ્બરે થશે. આશરે એક વર્ષ બાદ હાઈ વોલ્ટેજ મેચ માટે દુબઈના સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ આમને-સામને હશે. છ દેશોની વચ્ચે રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટ યૂએઈના બે સ્ટેડિયમોમાં રમાઈ રહ્યો છે. આ વચ્ચે સૂત્રોના હવાલાથી આ મેચને લઈને દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલી ખબર સામે આવી છે. 

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, ઇન્ટેલિજન્સ એજન્સીએ જણાવ્યું કે વિશ્વભરના ઈન્ટેલિજન્સ બ્યૂરોને આ પ્રકારનું ઇનપુટ મળી રહ્યું છે કે વૈશ્વિક આતંકી દાઉદ ઇબ્રાહિમના બે સૌથી નજીકની મુરઘા મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચી શકે છે. આ સૂચનાની સાથે ઈન્ટલિજન્સ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે, કારણ કે દાઉદ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચનો દિવાનો તો છે. આ સાથે મેચમાં સટ્ટો લગાવવા પર પણ તેને ઘણો શોખ રહ્યો છે. 

એજન્સીઓ પાસે જાણકારી છે કે વૈશ્વિક આતંકી દાઉદ ઇબ્રાહિમ અને તેની ડી કંપની સાથે જોડાયેલા મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર આ હાઈવોલ્ટેજ મેચને જોવા માટે સ્ટેડિયમમાં જશે. મુંબઈ અને કરાચીમાં તેના પરિવારના કેટલાક સભ્યો અને સંબંધિઓ આ મેચને જોવા માટે દુબઈ પહોંચી ગયા છે. 

દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલી આ જાણકારી મળ્યા બાદ 6 દેશોથી વધીની ઈન્ટલિજન્સ એજન્સીઓની આ મેચ પર નજર છે, જેથી આ મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ અને દાઉદ ઇબ્રાહિમના બિઝનેસ અને પાકિસ્તાનમાં છુપાયા હોવા સહિતની જાણકારી મેળવી શકાય. 

તેની બધાને જાણ છે કે દાઉદ ઇબ્રાહિમ માત્ર ભારત અને પાકિસ્તાનના મેચનો આનંદ નથી લેતો પરંતુ તેને આ મેચ પર સટ્ટો લગાવવાનો પણ ખુદ પસંદ છે. આ જાણકારી મળ્યા બાદ હવે આ મેચ પર ખાસ નજર રાખવામાં આવશે. 

મહત્વનું છે કે ઘણી મેચોની ફિક્સિંગનો પર્દાફાશ થયા બાદ દરેક વખતે દાઉદનું નામ સામે આવે છે. હાલમાં ચેનલે ઘણી મેચોમાં સ્પોટ ફિક્સિંગનો પર્દાફાશ કરતા ડોક્યુમેન્ટ્રી બનાવી છે. 

ઉલ્લેખીય છે કે 2017માં ભારત અને પાકિસ્તાનની ટક્કર ચેમ્પિયનસ ટ્રોફીમાં થઈ હતી. ફાઇનલ મેચમાં પાકિસ્તાને ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. 13 વખત રમાઇ ચુકેલી આ ટૂર્નામેન્ટની શરૂઆત સૌથી પહેલા 1984માં થઈ હતી. તેમાં ભારતીય ટીમે પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવીને સૌથી પ્રથમ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ભારતે આ ટૂર્નામેન્ટ છ વખત જીતી છે. પાકિસ્તાને એશિયા કપ 2000 અને 2012માં જીત્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news