પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં રોહિત-ધવનને શાનદાર બેટિંગ, અનેક રેકોર્ડ તોડ્યા

એશિયા કપમાં રવિવારે ભારતે પોતાની સૌથી મોટી જીત અને બાંગ્લાદેશે પોતાની સૌથી નાની અંતરથી જીતનો રેકોર્ડ બનાવ્યો હતો. 

પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં રોહિત-ધવનને શાનદાર બેટિંગ, અનેક રેકોર્ડ તોડ્યા

નવી દિલ્હીઃ એશિયા કપમાં રવિવારે ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશની અફઘાનિસ્તાન પર જીતમાં ઘણા જૂના રેકોર્ડ તૂટી ગયા છે. ભારતે જ્યાં પાકિસ્તાન પર સૌથી મોટી જીતનો રેકોર્ડ બનાવ્યો તો બાંગ્લાદેશે અફઘાનિસ્તાન પર સૌથી ઓછા અંતરથી જીત મેળવી હતી. જાણો રવિવારે આમ બન્યા નવા રેકોર્ડ

રોહિત-ધવનની સદી
ભારત તરફથી રોહિત શર્માએ 111 અને શિખર ધવને 114 રન બનાવ્યા હતા. આ બીજો અવસર હતો જ્યારે ભારતના બંન્ને ઓપનરોએ લક્ષ્યનો પીછો કરતા સદી ફટકારી હોય. આ પહેલા 2002માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ વીરૂ અને ગાંગુલીએ આ કારનામું કર્યું હતું. આમ તો ભારતીય બંન્ને ઓપનરોએ સદી ફટકારી હોય તેવી આ સાતમી ઘટના છે. 

210 રનની રેકોર્ડ ભાગીદારી
રોહિત શર્મા અને શિખર ધવને 210 રનની ભાગીદારી કરી હતી. આવું પ્રથમ વખત બન્યું કે, લક્ષ્યનો પીછો કરતા ભારતના ઓપનરોએ આટલી મોટી ભાગીદારી કરી હોય. આ પહેલા આ રેકોર્ડ વીરૂ અને ગંભીરના નામે હતો. દિલ્હીના આ બંન્ને બેટ્સમેનોએ 2009માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 201 રનની અણનમ ભાગીદારી કરી હતી. 

પાકિસ્તાન વિરુદ્ધ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી
રોહિત શર્મા અને શિખર ધવને 210 રનની ભાગીદારી કરી હતી. આ પાકિસ્તાન વિરુદ્ધ ભારત તરફથી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. રોહિત અને ધવને ગાંગુલી અને સચિનની 159 રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો હતો. સૌરવ-સચિને 1998માં ઢાકામાં પાકિસ્તાન વિરુદ્ધ આ ભાગીદારી કરી હતી. 

ઓપનિંગ કરતા 13મી સદીની ભાગીદારી
રોહિત શર્મા અને ધવને 13મી વખત ઓપનિંગ કરતા સદીની ભાગીદારી કરી હતી. હવે રોહિત-ધવન ઓપનર તરીકે સૌથી વધુ સદીની ભાગીદારી કરનારી બીજી જોડી બની ગઈ છે. તેનાથી વધુ સદીની ભાગીદારીનો રેકોર્ડ ગાંગુલી અને સચિનના નામે છે. આ બંન્નેએ 21 વખત સદી કરતા વધુની ભાગીદારી કરી છે, જે વિશ્વ રેકોર્ડ પણ છે. 

એક દિવસમાં સૌથી મોટી અને સૌથી નાની જીત
ભારતે પાકિસ્તાનને 9 વિકેટે હરાવ્યું હતું. આમ પ્રથમવાર ઝયું. આ પહેલા પાકિસ્તાન વિરુદ્ધ સૌથી મોટી જીત 8 વિકેટની હતી. આ રીતે બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને માત્ર 3 રને હરાવ્યું હતું. આ બાંગ્લાદેશની અફઘાનિસ્તાન પર રનના મામલે સૌથી નાની જીત છે. આ એશિયા કપની બીજી સૌથી ઓછા અંતરની જીતનો રેકોર્ડ પણ છે. તેનાથી ઓછા અંતરની જીતનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે. તેણે 2012ના એશિયાકપમાં બાંગ્લાદેશને 2 રને હરાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news