કોહલી સહિત આ પાંચ ખેલાડીઓ A+ ગ્રેડમાં, ધોનીને ન મળ્યું સ્થાન

બીસીસીઆઈએ મહિલા ક્રિકેટરો અને સ્થાનિક ક્રિકેટરોના પગારમાં પણ વધારો કર્યો છે. રણજી ખેલાડીઓને હવે 10 હજારની જગ્યાએ મેચ ફી તરીકે 35000 હજાર રૂપિયા મળશે. સ્થાનિક ખેલાડીઓના પગારમાં 200 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: Mar 8, 2018, 04:10 PM IST
કોહલી સહિત આ પાંચ ખેલાડીઓ A+ ગ્રેડમાં, ધોનીને ન મળ્યું સ્થાન
ફોટો સાભારઃ BCCI Twitter

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આખરે કેપ્ટન વિરાટ કોહલીની માંગ સામે ઝુકી ગયું છે. બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ ખેલાડીઓના પગારમાં વધારો કરી દીધો છે. આજે બીસીસીઆઈએ આજે નવુ સ્ટ્રક્ચર જાહેર કર્યું છે. પહેલા વાર્ષિક કોન્ટ્રાકને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવતો હતો. હવે તેને ચાર ગ્રુપમાં વહેંચી દેવામાં આવ્યો છે. એ પ્લસ, એ, બી, અને સી.. એ પ્લસ ગ્રુપમાં સમાવેશ થતા ખેલાડીઓને હવે વાર્ષિક 7 કરોડ રૂપિયા મળશે. જ્યારે એ ગ્રુપના ખેલાડીઓને 5 કરોડ, બી ગ્રુપના ખેલાડીઓને 3 કરોડ અને સી ગ્રુપમાં સમાવેશ થતા ખેલાડીઓને 1 કરોડ રૂપિયા મળશે. 

આ સાથે બીસીસીઆઈએ મહિલા ક્રિકેટરો અને સ્થાનિક ક્રિકેટરોના પગારમાં પણ વધારો કર્યો છે. રણજી ખેલાડીઓને હવે 10 હજારની જગ્યાએ મેચ ફી તરીકે 35000 હજાર રૂપિયા મળશે. સ્થાનિક ખેલાડીઓના પગારમાં 200 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 

નવા સ્ટ્રક્ચર મુજબ ખેલાડીઓના ગ્રુપ
A+ વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ
A - આર. અશ્વિન. રવિન્દ્ર જાડેજા, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, અંજિક્ય રહાણે, એમ.એસ ધોની, રિદ્ધિમાન શહા
B -  કેએલ રાહુલ, ઉમેશ યાદવ, કુલદીપ યાદવ, ચહલ, હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા, દિનેશ કાર્તિક
C - કેદાર જાધવ, મનીષ પાંડે, અક્ષર પટેલ, કરૂણ નાયર, સુરેશ રૈના, પાર્થિવ પટેલ, જયંત યાદવ 

આ પહેલા પણ બીસીસીઆઈએ વર્ષ 2016માં ખેલાડીઓને પગારમાં વધારો કર્યો હતો. પરંતુ કેપ્ટન વિરાટ કોહલી આ અંગે ઘણી વખત નિદેવન આપી ચુક્યો છે કે હજુ વધુ રૂપિયા મળવા જોઈએ. ત્યારે બીસીસીઆઈએ આજે આ નવા સ્ટ્રક્ચરની જાહેરાત કરી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, બુમરાહ અને ધવન જેવા ખેલાડીઓને એ પ્લસ ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે એ ગ્રુપમાં જાડેજા, પૂજારા, અશ્વિન જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. 

આ પહેલા કેટલા મળતા હતા

આ પહેલા બીસીસીઆઈ દ્વારા માત્ર ત્રણ ગ્રુપમાં જ ખેલાડીઓને સમાવેશ કરવામાં આવતો હતો. તેમાં એ ગ્રુપમાં રહેલા ખેલાડીઓને વાર્ષિક 2 કરોડ, બી ગ્રુપમાં આવતા ખેલાડીઓને વર્ષે 1 કરોડ અને સી ગ્રુપમાં આવતા ખેલાડીઓને વર્ષે 50 લાખ રૂપિયા આપવામાં આવતા હતા.