BCCIનો ભેદભાવ, મિતાલી, હરમનપ્રીતને સી-ગ્રેડના પુરૂષો કરતા પણ ઓછા પૈસા

પુરૂષ ટીમના સી-ગ્રેડવાળા ખેલાડીઓને જ્યાં 1 કરોડ રૂપિયા મળશે, ત્યારે મહિલા ટીમની કેપ્ટન અને બીજી મહત્વની ખેલાડીઓને 50 લાખ રૂપિયા મળશે.   

Dhaval Gokani Dhaval Gokani | Updated: Mar 8, 2018, 04:05 PM IST
 BCCIનો ભેદભાવ, મિતાલી, હરમનપ્રીતને સી-ગ્રેડના પુરૂષો કરતા પણ ઓછા પૈસા
પુરૂષ ટીમની જેમ મહિલા ટીમ ઈન્ડિયાએ હાલમાં આફ્રિકાને ઘરમાં હરાવ્યું. ફોટોઃ ક્રિકેટ સાઉથ આફ્રિકા

નવી દિલ્હીઃ બીસીસીઆઈએ નવા રાષ્ટ્રીય કરારની યાદી જાહેર કરી દીધી છે. લિસ્ટ જારી કરતા બીસીસીઆઈએ કહ્યું, પ્રશાસન સમિતિનું માનવું છે કે ભારતીય ક્રિકેટના પ્રદર્શન અને સ્થિતિને વિશ્વના સર્વશ્રેષ્ઠ મૂલ્યના માળખા સમાન રાખવાની જરૂરીયા છે. અહીં બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ભલે ફી વિશ્વના બીજા ક્રિકેટરો બરાબર આપવાની વાત કરી હોય પરંતુ બીસીસીઆઈએ મહિલા ટીમની ખેલાડીઓ સાથે ભેદભાવ કર્યો છે. 

જો આપણે રેંકની વાત કરીએ તો જ્યાં પુરૂષ ટીમમાં એ+ ગ્રેડવાળા ખેલાડીઓને 7 કરોડ રૂપિયા મળશે. જ્યારે મહિલા ટીમના ટોપ ગ્રેડવાળા ખેલાડીઓને માત્ર 50 લાખ રૂપિયા  મળશે. જો આપણે ટોપ ગ્રેડને નજરઅંદાજ કરીએ તો પણ મહિલા ખેલાડીઓ સાથે ભેદભાવ સ્પષ્ટ દેખાઈ છે. પુરૂષ ટીમના ચાર ગ્રેડ બનાવવામાં આવ્યા છે. તેમાં નીચલા સી ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળશે. જ્યારે ટોપ ગ્રેડમાં સામેલ મહિલાઓને માત્ર 50 લાખ રૂપિયા મળશે. ટીમની કેપ્ટન મિતાલી રાજ, હરમનપ્રીમ કૌર, સ્મૃતિ અને 200 વિકેટ ઝડપનાર ઝુલન ગોસ્વામીને માત્ર 50 લાખ મળશે. 

એક પણ મેચ ન રમાનારા ખેલાડીઓને એક કરોડ, વર્લ્ડ રેકોર્ડ બનાવનાર મહિલાને 50 લાખ
મહિલા અને પુરૂષ ખેલાડીઓને મળનારા વાર્ષિક કોન્ટ્રાક્ટ પર નજર કરીએ તો પુરૂષ ટીમમાં સી ગ્રેડના કોન્ટ્રાક્ટમાં એવા ક્રિકેટર છે જે ટીમ ઈન્ડિયાના સભ્ય નથી. પરંતુ તેને 1 કરોડ રૂપિયાની મોટી રકમ મળશે. વિદેશમાં શાનદાર જીત મેળવતી મહિલાઓને તેનાથી અડધા પૈસા મળશે. 

આવો જ એક ખેલાડી છે, જયંત યાદવ. તેને બીસીસીઆઈએ સી ગ્રેડમાં રાખ્યો છે. એટલે તેને 1 કરોડ મળશે. પરંતુ તે વનડે, ટી20 કે ટેસ્ટ ટીમનો સભ્ય નથી. જ્યારે એ ગ્રેડમાં સામેલ અને વર્ષભર તમામ ફોર્મેટમાં રમતી મહિલા ક્રિકેટરો મિતાલી રાજ, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર અને ઝુલન ગોસ્વામીને માત્ર 50 લાખ રૂપિયા મળશે. 

નવા સ્ટ્રક્ચર મુજબ ખેલાડીઓના ગ્રુપ
A+ વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ
A - આર. અશ્વિન. રવિન્દ્ર જાડેજા, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, અંજિક્ય રહાણે, એમ.એસ ધોની, રિદ્ધિમાન શહા
B -  કેએલ રાહુલ, ઉમેશ યાદવ, કુલદીપ યાદવ, ચહલ, હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા, દિનેશ કાર્તિક
C - કેદાર જાધવ, મનીષ પાંડે, અક્ષર પટેલ, કરૂણ નાયર, સુરેશ રૈના, પાર્થિવ પટેલ, જયંત યાદવ