આ કારણે BCCIએ ધોનીને A+ કેટેગરીમાં ન કર્યો સામેલ

બીસીસીઆઈના નવા ગ્રેડ એ+ની આજથી શરૂઆત કરી જેમાં કેપ્ટન વિરાટ કોહલી સહિત માત્ર પાંચ ખેલાડીઓ છે. 

 

આ કારણે BCCIએ ધોનીને A+ કેટેગરીમાં ન કર્યો સામેલ

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને બીસીસીઆઈ દ્વારા જારી રાષ્ટ્રીય કરારની નવી યાદીમાં સર્વાધિક ધનરાશીની શ્રેણીમાં જગ્યા આપવામાં આવી નથી. બીસીસીઆઈએ નવા ગ્રેડ એ+ની આજથી શરૂઆત કરી છે જેમાં વિરાટ સહિત પાંચ ખેલાડીઓ છે. જેમાં કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, બુમરાહ અને ભુવનેશ્વર કુમારનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને વાર્ષિક કોન્ટ્રાક્ટ મુજબ 7 કરોડ રૂપિયા મળશે. આ કરાર ઓક્ટોબર 2017થી સપ્ટેમ્બર 2018  માટે છે. 

ધોનીને ગ્રેડ એ શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. જેનો વાર્ષિક કરાર પાંચ કરોડ રૂપિયાનો છે. આ શ્રેમીમાં ધોની સિવાય જાડેજા, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, રહાણે અને શહા સામેલ છે. અશ્વિનને પણ આ શ્રેણીમાં સ્થાન મળ્યું છે. 

બીસીસીઆઈનું નવુ કોન્ટ્રાક્ટ લિસ્ટ સામે આવ્યા બાદ તમામના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે ધોનીને ટોપ કેટેગરી એટલે કે એ+માં સ્થાન કેમ આપવામાં આવ્યું નથી. તેનું મુખ્ય કારણ છે કે, ધોની હવે ટેસ્ટ ક્રિકેટમાં રમતો નથી. બે માત્ર ટી20 અને વનડેમાં રમે છે. બીસીસીઆઈના નવા કોન્ટ્રાક્ટમાં જે પાંચ ખેલાડીઓને એ+માં સામેલ કરવામાં આવ્યા છે તે તમામ ફોર્મેટમાં રમે છે. 

ધોનીને મુખ્ય શ્રેણીમાં ન રાખવા પર બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, પસંદગીકારોએ એક સરલ રીત અપનાવી છે. વધુ મેચ રમનારને વધુ પૈસા. જે ખેલાડીઓને મુખ્ય શ્રેણીમાં રાખવામાં આવ્યા તે તમામ ફોર્મેટમાં રમે છે. વે વધુ પૈસા મેળવવાના હકદાર છે. રવિ શાસ્ત્રી, કોહલી અને ધોનેને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા છે. 

ગ્રેડ એના બીજા ખેલાડીઓને સંદર્ભે તેમણે કહ્યું, આ શ્રેણીમાં તે ખેલાડીઓ સામેલ છે જેનું એક ફોર્મેટમાં રમવાનું નક્કી છે. પૂજારા અને શહા. ધોની ટેસ્ટમાંથી નિવૃત થઈ ચુક્યો છે તથા અશ્વિન અને જાડેજા નિર્ધારિત ઓવરમાં લગભગ પસંદગીના દાવેદાર રહ્યા નથી. તે અત્યારે વિશ્વકપના કાર્યક્રમમાં સામેલ નથી. તેથી તેને બીજી શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.

ધોનીને તો પણ થયો ફાયદો
તે સત્ય છે કે ધોની હવે વધુ ક્રિકેટ રમતો નથી તેથી તેને બીજી શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. તેમ છતાં ધોનીને સારો ફાયદો થયો છે. ધોનીને પહેલા 2 કરોડ રૂપિયા મળતા હતા, હવે આ રૂપિયા વધીને પાંચ કરોડ થઈ ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news