બેકહમ કપલનો અજબ-ગજબ શોખ, અંડરવેર રાખવા માટે લાખો રૂપિયા ખર્ચીને બનાવ્યો રૂમ

 સ્ટાર જોડી ડેવિડ અને વિક્ટોરિયા બેકહમે પોતાના 60 લાખ પાઉન્ડ્સની કિંમતવાળા કોટ્સવોલ્ડ્સ સ્થિત ઘરમાં અંડરવિયર રાખવા માટે એક અલગ રૂમ પર 60,000 પાઉન્ડનો  ખર્ચો કર્યો છે.

Viral Raval Viral Raval | Updated: Jan 9, 2018, 04:09 PM IST
બેકહમ કપલનો અજબ-ગજબ શોખ, અંડરવેર રાખવા માટે લાખો રૂપિયા ખર્ચીને બનાવ્યો રૂમ

નવી દિલ્હી: સ્ટાર જોડી ડેવિડ અને વિક્ટોરિયા બેકહમે પોતાના 60 લાખ પાઉન્ડ્સની કિંમતવાળા કોટ્સવોલ્ડ્સ સ્થિત ઘરમાં અંડરવિયર રાખવા માટે એક અલગ રૂમ પર 60,000 પાઉન્ડનો  ખર્ચો કર્યો છે. મિરર ડોટ કો ડોટ યૂકેના અહેવાલ મુજબ ગ્રે-2ની સૂચિના આ ફાર્મ હાઉસમાં આ નવું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અગાઉ મકાનમાં માલિશ રૂમ અને કેટવોક રૂમ બનાવવામાં આવ્યો હતો. અત્રે જણાવવાનું કે 60 હજાર પાઉન્ડની કિંમત 50 લાખ કરતા પણ વધુ છે. 

ડેઈલી સ્ટારને રવિવારે એક સૂત્રએ જણાવ્યું કે જે રૂમ અંગે દરેક જણ વાત કરી રહ્યું છે તે એક અન્ડરવીયર રાખવા માટે બનાવવામાં આવેલો મોટો રૂમ છે. આ ઉપરાંત વિક્ટોરિયાએ પોતાના બેડરૂમની ડાબી બાજુ ડિઝાઈનર કપડાં માટે એક રૂમ પણ બનાવ્યો છે. ત્યાં એક રૂમમાં તેમના જૂતા માટે તથા એક રૂમ તેમની બેગ માટે છે. 

સૂત્રના જણાવ્યાં મુજબ ત્યારબાદ બેડરૂમની જમણી બાજુ અંડરવેર અને નાઈટવેર રાખવા માટેના રૂમ છે. વિક્ટોરિયાએ આ રૂમને પોતાની મરજી પ્રમાણે બનાવવામાં 60,000 પાઉન્ડ ખર્ચ કર્યો છે. સૂત્રના જણાવ્યાં મુજબ આ રૂમમાં બંનેના પોત પોતાના નામ લખેલા અને કલાકારીના પાઈજામા છે તથા તેમની પસંદગીના અંડરવેર અને નાઈટવેરની બ્રાન્ડના સેંકડો જોડી છે. બાળકો માટે આ રૂમમાં જવાની મનાઈ છે અને તેના દરવાજા પર સિક્યોરિટી કીપેડ લોક લગાવવામાં આવ્યું છે. 

ડેવિડ અને વિક્ટોરિયાએ આ સંપત્તિ ગત વર્ષે ખરીદી હતી. અત્રે જણાવવાનું કે ડેવિડ બેકહામ સ્ટાર ફૂટબોલર છે અને વિક્ટોરિયા બેકહામ સિંગરમાંથી ફેશન ડિઝાઈનર બની છે.