2008માં વિરાટ કોહલીને તક આપી તો ચીફ સિલેક્ટર પદ પરથી હટવું પડ્યું : વેંગસ્કર

વિરાટ કોહલીને ટીમમાં સ્થાન મળે તેવું કોચ ગેરી કસ્ટર્ન કે કેપ્ટન મહેન્દ્રસિંહ ઘોની પણ ઇચ્છતા નહોતા, તેમ છતા વેંગસકરે તેને પસંદ કર્યો હતો

Krutarth Joshi Krutarth Joshi | Updated: Mar 8, 2018, 02:50 PM IST
 2008માં વિરાટ કોહલીને તક આપી તો ચીફ સિલેક્ટર પદ પરથી હટવું પડ્યું : વેંગસ્કર

નવી દિલ્હી : હાલમાં ભારતીય ટીમે કેપ્ટન વિરાટ કોહલીનું તે જ સ્થાન છે જે ક્યારેક સચિન તેંડુલકરનું હતું. જે પ્રકારે સચિન વગર ટીમનો વિચાર કરવો શક્ય નહોતો તેમ આજે વિરાટ વગરની ટીમ વિચારવી શક્ય નથી. જો કે વિરાટ કોહલીને પહેલીવાર ટીમમાં સ્થાન આપનાર વેગસકરને વિરાટનાં કારણે જ પોતાનું પદ ગુમાવવું પડ્યું હતું. વેંગસરકરે મુંબઇનાં એક કાર્યક્રમ દરમિયાન પોતે જ આ વાતનો એકરાર કર્યો હતો.

ક્રિકેટ વિશ્વમાં કર્નલ નામથી પ્રખ્યાત વેંગસરકરે કહ્યું કે, 2008માં વિરાટ કોહલીને તક આપવાનાં કારણે તેમણે તેમનું પદ ગુમાવવું પડ્યું. ઘટના 2008ની છે જ્યારે હું ભારતીય ટીમનો ચીફ સિલેક્ટર હતો. બેટ્સમેનટ એસ.બદ્રીનાથનાં બદલે વિરાટ કોહલીને પસંદ કરવાનાં કારણે પુર્વ બીસીસીઆઇ અધ્યક્ષ એન.શ્રીનિવાસન પણ તેનાંથી નારાજ થયા હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો. જો કે તેમણે તેમ છતા પણ કોહલીને પસંદ કર્યો.

2008માં કોહલીની કેપ્ટન્સીમાં જૂનિયર ટીમે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યાર બાદ વિરાટ કોહલી અને તેની કેપ્ટન્સીની ખુબ ચર્ચા થઇ. એજ કારણે તેને ભારતીય ટીમમાં સ્થાન મળવા અંગેની પણ વાત થવા લાગી. ઝડપી તેને બદ્રીનાથનાં બદલે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું. જો કે બદ્રીનાથને કાઢવાનાં કારણે શ્રીનિવાસન મારાથી નારાજ થયા. તેમણે તત્કાલીન બીસીસીઆઇ અધ્યક્ષ શરદ પવારને તેની ફરિયાદ કરી હતી. બીજા જ બીસીસીઆઇ અધ્યક્ષ શરદ પવારે મને મારા પદ પરથી હટાવી દીધો. જો કે તેઓ મારા વિરાટને પસંદ કરવાનાં નિર્ણયને બદલી શક્યા નહી.

દિલીપનાં અનુસાર 2008માં ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ માટે જઇ રહી હતી. હું વિરાટ ટીમમાં રહે તેવું ઇચ્છતો હતો જે કે ધોની અને કોચ ગેરી મારા મંતવ્ય સાથે સંમત નહોતા. જો કે તે બંન્ને પણ મારો નિર્ણય બદલી શક્યા નહોતા.