IND VS ENG: ‘કરો યા મરો’ જેવા ભારતના હાલ, જાણો શું હશે ટીમમાં ફેરફાર

હવામાન વિભાગની આગાહી અનુસાર ત્રીજી ટેસ્ટ મેચના પહેલા ચાર દિવસે વાદળો છવાયેલા રહેશે અને ભારતીય ટીમ આ વાતનું ધ્યાન રાખશે તો ચોક્કસ પણે એક જ સ્પિનરને મેચમાં ઉતારશે

IND VS ENG: ‘કરો યા મરો’ જેવા ભારતના હાલ, જાણો શું હશે ટીમમાં ફેરફાર

નોટિંધમ: પહેલી બે ટેસ્ટમાં હારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમ આજ (18 ઓગસ્ટ)થી અહીંયા ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ‘કરો યા મરો’ ત્રીજી ટેસ્ટ જીતી સીરીઝમાં વાપસી કરવા માટે ટીમમાં કેટલાક બદલાવ કરવા પડશે. ભારતીય ટીમ માટે ટ્રેન્ટ બ્રિજમાં રમાતી આ ટેસ્ટ મેચ સીરીઝ બચાવવા માટે તેમની પાસે આખરી તક છે. ટીમને પહેલા બે ટેસ્ટ મેચમાં એજેસ્ટનમાં 31 અને લોર્ડ્સમાં 159 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટ ક્રિકેટ 0-2ની લીડથી કેપ્ટન વિરાટ કોહલી અને કોટ રવિ શાસ્ત્રી ટીમમાં ફેરફાર કરવાનું પસંદ કરશે. આ રીતે ભારતીય ટીમ કેપ્ટન કોહલીની આગેવાનીમાં 38 મેચોમાં આટલી વારના સંયોજમાં રમશે.

આ વખતે અલગ છે પીચ
ટ્રેન્ટ બ્રિજની પીચ 2014 (જ્યારે બન્ને ટીમ વચ્ચે આ પહેલા મેચ રમાઇ હતી)થી ઘણી અલગ જોવા મળી રહી છે. ભારતે સપાટ પીચ પર બે ઇનિંગમાં 457 અને 9 વિકેટ પર 391 રન ઇનિંગ જાહેર કરી હતી જેમાં ઇંગ્લેન્ડે અક વાર બેટિંગ કરી 496 રન બનાવ્યા હતા અને આ મેચ ડ્રો થઇ હતી.

ટેસ્ટના પહેલા ચાર દિવસે છવાયા રહેશે વાદળો
હવામાન વિભાગની આગાહી અનુસાર ત્રીજી ટેસ્ટ મેચના પહેલા ચાર દિવસે વાદળો છવાયેલા રહેશે અને ભારતીય ટીમ આ વાતનું ધ્યાન રાખશે તો ચોક્કસ પણે એક જ સ્પિનરને મેચમાં ઉતારશે. સૌથી મોટો બદલો 20 વર્ષીય ઋષભ પંથની ટેસ્ટમાં શરૂઆતમાં હશે જે હાલ ખરાબ ફોર્મમાં ચાલી રહેલા દિનેશ કાર્તિકની જગ્યા લેશે. જેણે લાંબા ફોર્મેટમાં તેના અંતિમ આંતરરાષ્ટ્રીય મેચમાં રમ્યો છે.

virat-kohli-ravi-shastri

કાર્તિકનું ખરાબ પ્રદર્શન, પંતને મળી શકે છે તક
ચાર ઇનિંગમાં શૂન્ય, 20, એક અને શૂન્યના સ્કોર શિવાય વિકેટકીપિંગમાં ખરાબ પ્રદર્શન પછી કાર્તિકને પંત કોચિંગ અભ્યાસ કરતા જોવા મળ્યો. પંતે નેટમાં ઘણો સમય બેટિંગ કરવામાં પસાર કર્યો. પંતે ઇંગ્લેન્ડ લાયંસ સામે બે પ્રથમ શ્રેણીમાં ત્રણ અર્ધસતક બનાવ્યા હતા. ત્યારબાદ તેણે ટીમમાં જગ્યા બનાવી. રૂડકીમાં જન્મેલા આ યુવાનને જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, ક્રિસ વોક્સ અને સેમ કરેન જેવા બોલરોનો સામનો કરવો પડશે જે તેમના માટે મુશ્કેલી ઉભી કરી શેકે છે. પંતની શરૂઆતને લઇ જેટલી ઉત્સુકતા જોવા મળી રહી છે, ત્યારે પ્રશંસક એ પણ આશા રાથી રહ્યા હશે કે કેપ્ટન કોહલી બેટિંગ કરવા માટે ફીટ હશે.

કોહલીની ફિટનેસને લઇ ચિંતા
આગાઉની મેચમાં મળેલી હાર પછી ભારતીય ટીમના મુખ્ય ખેલાડિઓની ફિટનેસને લઇ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. સારા સમાચાર છે કે જસપ્રીત બુમરા ફિટ થઇ ગયો છે. જ્યારે રવિચંદ્રન, અશ્વિન અને હાર્દિક પંડ્યા લોર્ડ્સમાં બેટિંગ કરતા સમયે તેમના હાથમાં થયેલી ઇજાથી રાહત મળી છે. કેપ્ટન કોહલી પણ લગભગ તેની કરમના દુખાવાની સમસ્યા દુર થઇ ગઇ છે. કોહલીની સ્થિતિમાં ઘણો સુધાર જોવા મળ્યો છે અને તેણે કહ્યું છે કે તે જો રૂટ સાથે ટોસ કરવા મેદાનમાં પણ આવશે.

Team India

11 ખેલાડીઓમાં થશે બદલો
ભારતે લોર્ડ્સમાં બે સ્પિનરોને ઉતારી ભૂલ કરી હતી. પરંતુ કોહલી અને કોચ શાસ્ત્રી હવે ટીમમાં બદલાવ કરવા માંગે છે કેમકે કેટલાક મુખ્ય ખેલાડીઓમાં આત્મવિશ્વાસ ઓછો દેખાઇ રહ્યો છે.

મુરલી-ધવન પર હશે નજર
ઉદાહરણ માટે મુરલી વિજયે દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામે વિદેશમાં 10 ટેસ્ટ મેચમાં માત્ર 128 રન બનાવ્યા છે. 12.8ની સરેરાશને નજર અંદાજ ન કરી શકાય પરંતુ તેમના કદના બેટ્સમેનને જોઇ ટીમ મેનેજમેન્ટ એક તક આપી શકે છે. કેમ કે ભારતને આ મેચ જીતવી જરૂરી છે. જ્યારે શિખર ધવને આ વર્ષે દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામે બે ટેસ્ટમાં 17.75ની સરેરાશ રન બનાવ્યા છે. અને ઇંગ્લેન્ડ સામે તેણે ઓવરઓલ સરેરાશ 20.12 (ચાર ટેસ્ટમાં) છે. આ બે તક પર તેણે ક્રમશ: 68.93 અને 57.29ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા જે ફરી તેની તરફેણમાં જઇ શકે છે.

ઉમેશ યાદવ ફરી થઇ શકે છે બહાર
આ વખતે પૂરી આશા છે કે ભારત ત્રીજી ટેસ્ટમાં ત્રીજી સલામત જોડી (શિખર ધવન અને લોકેશ રાહુલ)ને પસંદ કરી શેક છે અને મધ્યક્રમમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહી. કોહલી તેની ફિટનેસ બનાવી રહ્યો છે અને કરૂણ નાયર પણ અભ્યાસ સત્ર દરમિયાન સક્રિય દેખાયો નહીં. બર્મિંધમ અને લંડન અને નોટિંધમની જેમ, ટીમ મેનેજમેન્ટ વિશેષ નિષ્ણાત બેટ્સમેનોને ધ્યાનમાં રાખીને નહીં આવે. જો અવું થશે તો ઉમેશ યાદવ ફરી મેચમાંથી બહાર હશે. કેમકે ટીમ મેનેજમેન્ટ મેદામાં શ્રેષ્ઠ ખેલાડીઓ ઉતારવાનું પસંદ કરશે.

આ રીતે છે હાલ ટીમ

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, દિનેશ કાર્તિક (વિકેટકીપર), રિષભ પંત, કરૂણ નાયર, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરા

ઇંગ્લેન્ડ: જો રૂટ (કેપ્તાન), એલિસ્ટર કુક, કીટન જેનિંગ્સ, જોની બેયરસ્ટો, જોસ બટલર, ઓલિવર પોપ, મોઇન અલી, આદિલ રાશિદ, જેમી પોર્ટન, સૈમ કુરેન, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, ક્રિસ વોક્સ, બેન સ્ટોક્સ.

ભારતીય સમય અનુસાર મેચ બપોરે સાડા ત્રણ વાગે શરૂ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news