ગોરખપુરઃ મતદાર યાદીમાં આવ્યું વિરાટ કોહલીનું નામ, 2 દિવસ સુધી શોધતો રહ્યો બીએલઓ

ગોરખપુરના સહજનવામાં એક મતદાર યાદમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું નામ સામે આવ્યું છે.   

Dhaval Gokani Dhaval Gokani | Updated: Mar 8, 2018, 07:59 PM IST
 ગોરખપુરઃ મતદાર યાદીમાં આવ્યું વિરાટ કોહલીનું નામ, 2 દિવસ સુધી શોધતો રહ્યો બીએલઓ

ગોરખપુરઃ ઉત્તર પ્રદેશમાં સ્થાનિક ચૂંટણીમાં મતદાર યાદીમાં ગડબડની ઘટના સામે આવી હતી. હવે લોકસભા પેટાચૂંટણીમાં પણ ગડબડના સમાચાર મળી રહ્યાં છે. મુખ્યપ્રધાનના ગૃહ વિસ્તાર અને તેના પૂર્વ સંસદીય ક્ષેત્રમાં ફરી એકવાર અધિકારીઓને બેદરકારી સામે આવી છે. ગોરખપુરના સહજનવામાં એક મતદાર યાદીમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું નામ સામે આવ્યું છે. મામલો મીડિયામાં આવ્યા બાદ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. 

સહજનવા વિધાનસભા ક્ષેત્ર 324ના ભાગ સંખ્યા 153 અને મતદાતા ક્રમાંક 822માં ક્રિકેટર વિરાટ કોહલીનું નામ મતદાર તરીકે નોંધાયેલું છે. ફોટો મતદાર યાદીમાં ઓળખ પત્ર આરએસવી 2231801 નોંધાયેલુ છે. મતદાન સ્થળ સંખ્યા તથા નામવાળા કોલમમાં 153 પ્રાથમિક વિદ્યાલય સહજનવા પ્રથમ સ્થિત લુચુઈ ક્રમાક નંબર-2 નોંધાયેલો છે. 

તેના ફોટો સહિત મતદાન કાપલી લઈને બીએલઓ બે દિવસતી તેને ગામમાં શોધી રહી હતી પરંતુ ન મળતા તેની કાપલી બીએલઓ સભાસદના ઘરે આપીને નીકળી ગઈ હતી. આ મામલો જ્યારે ઉપજિલ્લાધિકારીના ધ્યાનમાં આવ્યો તે ચોંકી ગયા અને સભાસદના ઘરેથી કાપલી લઈને તેની પાસે રાખી લીધી. આ લાપરવાહી કોની છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આ સંબંધમાં બીએલઓ કશું બોલવા તૈયાર નથી. 

ઉલ્લેખનીય છે કે ગોરખપુરમાં 11 માર્ચે લોકસભાની પેટાચૂંટણી માટે કમગાન યોજાવાનું છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close