ઇમરાને ખાન આ વ્યક્તિના કહેવાથી સંન્યાસથી પાછો આવી પાકિસ્તાનને વર્લ્ડ કપ જીતાડ્યો, હવે પોતે જ પી.એમ

ઇમરાન ખાને 1971માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, તેના 21 વર્ષબાદ પાકિસ્તાનને વર્લ્ડકપ જીતાડ્યો હતો. આવી જ રીતે 1996માં રાજનીતિમાં ડેબ્યૂ કર્યું અને 22 વર્ષ બાદ પ્રધાનમંત્રી બની ગયા છે.

 

ઇમરાને ખાન આ વ્યક્તિના કહેવાથી સંન્યાસથી પાછો આવી પાકિસ્તાનને વર્લ્ડ કપ જીતાડ્યો, હવે પોતે જ પી.એમ

નવી દિલ્હી: ઇમરાનખાનો ક્રિકેટર થી પ્રધામંત્રી સુધીની સફર ખુબજ રોમાંચક રહ્યો છે. ઇનેટનેશનલ ક્રિકેટમાં ધીમી શરૂઆત કર્યા બાદ મહાન ઓલરાઉન્ડરનું નામ ત્યાર બાદ વર્લ્ડ કપ હારતા સંન્યાસ, જી હા, બધા તેમને વિશ્વ વિજેતા કપ્તાન તરીકે જાણે છે. પણ તેના ખાતામાં આ ઉપલ્બધીના નોધાઇ હોત, જો રાષ્ટ્રપતિ જિયા ઉલ હકે તેમને સંન્યાસ થી પાછા ફરીને ફરી પાકિસ્તાન ટીમમાં રમવા માટે મનાવ્યા ન હોત. ત્યાર બાદ ઇમરાન ફરીવાર પાકિસ્કતાની ટીમમાં રમ્યા અને વર્લ્ડ કપ પણ જીતાડ્યો હતો.  

ડેબ્યૂના 6 વર્ષબાદ સિડનીમાં થયો ફેમસ
ઇમરાનખાને તો આમ પહેલી ટેસ્ટ 1971માં રમી હતી. પરંતુ તે ફેમસ 1977માં ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી મેચમાં થયા હતા. તેણે આ ટેસ્ટની બંન્ને ઇનિગ્સમાં 6-6 વિકેટ ઝડપી અને પાકિસ્તાનને 8 વિકેટે જીત આપાવી હતી. સીરીઝ 1-1 થી બરાબર રહી હતી. થોડા વર્ષો બાદ તે કેપ્ટન બન્યો. તેની કેપ્ટનશીપમાં પાકિસ્તાન સતત જીતી રહ્યું હતું. તે સમયે ઇમરાનનું કદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કરતા પણ મોટુ થઇ ગયું હતું. તેની કેપ્ટનશીપ દરમિયાન કોઇ પણ તેના કામમાં દખલ ગીરી કરી શકતું નહિ.

ભારતમાં સીરીઝ રમવા માટે ઇંગ્લેન્ડના એમ્પાયર બોલાયા હતા
1970-80ના દાયકામાં પાકિસ્તાનના એમ્પાયર પક્ષપાતિ નિર્ણય લેવાના કારણે બદાનામ હતા. ભારતીય ક્રિકેટર પણ સતત તેમની ફરિયાદો કરતા હતા. પણ ઇમરાન ખાનને તેની ટીમ પર વિશ્વાસ હતો. તેણે કેપ્ટન તરીકે પોતાના ક્રિકેટ બોર્ડ પર બહારથી એમ્પાયર બોલાવાનું દબાણ કર્યું હતું. અને ત્યાર બાદ પાકિસ્તાનમાં રમાવનારી ભારત-પાક સિરિઝ માટે ઇંગ્લેન્ડથી એમ્પાયર બોલાયા હતા.

1987 વર્લ્ડ કપમાં હાર બાદ સંન્યાસ લીઘો
 ઇમરાન ખાનની કેપ્ટનશીપમાં પાકિસ્તાનની ટીમ 1987માં વર્લ્ડ કર રમવા માટે ઉતરી હતી. ટીમ સેમીફાઇનલમાં હારી અને ઇમરાન ખાને સન્યાસ લઇ લીઘો. તેના સંન્યાસ લેવાથી જાણે પાકિસ્તાનમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ક્રિકેટપ્રેમીઓથી લઇને રાજનેતાઓ સુધી તેને સન્યાસ નહિ લેવાની અપીલ કરવામાં આવી, અંતે રાષ્ટ્રપતિ જીયા ઉલ હકના કહેવાથી તેણે સંન્યાસ પાછો ખેચ્યો અને મેદાનમાં પાછો ફર્યો. 1992માં 39ની ઉમરે કેપ્ટનશીપ દરમિયાન પાકિસ્તાની ટીમ વિશ્વ ચેમ્પિયન બની હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news