ક્રિકેટ વિશ્વકપ : ભારતે પાકિસ્તાનને ચટાડી ધૂળ, સાત વિકેટથી આપી શરમજનક હાર

ભારતે પહેલી મેચમાં શ્રીલંકાને છ વિકેટે હરાવી દીધું હતું જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની મેચ ધોવાઈ ગઈ હતી.

Updated: Jan 13, 2018, 03:40 PM IST
ક્રિકેટ વિશ્વકપ : ભારતે પાકિસ્તાનને ચટાડી ધૂળ, સાત વિકેટથી આપી શરમજનક હાર
ફોટો સાભાર : ટ્વિટર

દુબઈ : પાંચમા બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં યોજાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે પરાજિત કરીને આ સ્પર્ધામાં સતત બીજી જીત મેળવી હતી.

ભારતે ટોસ જીતીને ફીલ્ડિંગ સ્વીકારી હતી. પાકિસ્તાને 40 ઓવરમાં આઠ વિકેટે 282 રન બનાવ્યા હતા. મોહમ્મદ જમીલે 95 બોલમાં નોટઆઉટ 94 રન બનાવ્યા હતા અને તે સદી ચૂકી ગયો હતો. કેપ્ટન નિસાર અલીએ 65 બોલમાં 63 રન બનાવ્યા હતા.

ભારતે 34.5 ઓવરમાં ત્રણ વિકેટે 285 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત વતી હરિયાણાના દીપક મલિકે 71 બોલમાં આઠ બાઉન્ડરી સાથે નોટઆઉટ 79 રન જ્યારે વેન્કટેશે પંચાવન બોલમાં 64 રન અને કેપ્ટન અજય રેડ્ડીએ 34 બોલમાં 47 રન બનાવ્યા હતા. દીપકને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.