BANvsIND: ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે પરાજય આપ્યો, ધવનની અર્ધસદી

ત્રિકોણીય શ્રેણીની બીજી મેચમાં ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું છે. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: Mar 8, 2018, 10:35 PM IST
BANvsIND: ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે પરાજય આપ્યો, ધવનની અર્ધસદી
ફોટો સાભારઃ BCCI Twitter

કોલંબોઃ કોલંબોઃ શિખર ધવનની અર્ધસદી અને રોહિત શર્માના 28 અને મનીષ પાંડેના અણનમ 27 રનની મદદથી ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે પરાજય આપ્યો છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 139 રન બન્વાય હતા. જેના જવાબમાં ભારતે 8 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસિલ કરી લીધો હતો. 

140 રનનો લક્ષ્ય મેળવવા ઉતરેલી ભારતીય ટીમની ઈનિંગની શરૂઆત રોહિત શર્મા અને શિખર ધવને કરી હતી. રોહિત શર્મા ફરી નિષ્ફળ રહ્યો હતો. તે 17 રન બનાવી આઉટ થયો હતો. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલ પંત પણ માત્ર 7 રન બનાવી રૂબેલની બોલિંગમાં બોલ્ડ થયો હતો. શિખર ધવને શાનદાર ફોર્મ જારી રાખતા શ્રેણીમાં બીજી અર્ધસદી ફટકારી હતી. ધવન 43 બોલમાં 55 રન બનાવી આઉટ થયો હતો. સુરેશ રૈનાએ 28 રન બનાવ્યા હતા. રૈના અને ધવને ત્રીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. 

 

 

આ પહેલા બાંગ્લાદેશે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 139 રન ફટકાર્યા છે. ભારતને જીતવા માટે 140 રનનો ટાર્ગેટ મળ્યો છે. બાંગ્લાદેશ તરફથી લિટન દાસે સૌથી વધુ 34 અને શબિરે 30 રન ફટકાર્યા હતા.  ઉનડકટે 38 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. 
આ પહેલા નિહદાસ ટ્રોપીના બીજી મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં ટીમ ઈન્ડિયામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. બાંગ્લાદેશ તરફથી તમિમ ઇકબાલ અને સૌમ્ય સરકારે ઈનિંગની શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયા તરફથી ઉનડકટે પ્રથમ ઓવરમાં બોલિંગ કરી હતી પરંતુ ઓવરના અંતિમ બોલે વોશિંગટ સુંદરે કેચ છોડ્યો હતો. 

મેચની ત્રીજી ઓવરમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઉનડકટે ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે સૌમ્ય સરકારને ચહલના હાથમાં કેચઆઉટ કરાવ્યો. સરકાર 14 રન બનાવી આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાને બીજી સફળતા પણ જલદી મળી. શાર્દુલ ઠાકુરે તમિમને 15 રનના સ્કોરે ઉનડકટના હાથમાં ઝીલાવીને બીજી વિકેટ મેળવી હતી. ત્યારબાદ વિજય શંકરે મુશફીકુર રહીમને  આઉટ કરીને ટીમને ત્રીજી સફળતા અપાવી હતી. ત્યારબાદ કેપ્ટન મહમૂદઉલ્લાહ માત્ર એક રને આઉટ થયો હતો. 

મેચની 15મી ઓવરમાં ચહલે શાનદાર બેટિંગ કરી રહેલા લિટન દાસને 34 રને આઉટ કરીને બાંગ્લાદેશને પાંચમો ઝટકો આપ્યો હતો. ભારતના બોલરો સામે કોઈપણ બાંગ્લાદેશી બેટ્સમેન ટકી શક્યો ન હતો. મહેદી હસનને જયદેવ ઉનડકટે 3 રને આઉટ કર્યો હતો. શબીર રહેમાન પણ 30 રન બનાવી આઉટ થયો હતો. 

ભારતીય બોલરોએ આજે શાનદાર બોલિંગ કરી હતી. જયદેવ ઉનડકટે 4 ઓવરમાં 38 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. 
ચહલે ચાર ઓવરમાં 19 રન આપીને 1 તથા વિજય શંકરે 32 રન આપીને બે વિકેટ મેળવી હતી. શાર્દુલ ઠાકુરને એક સફળતા મળી હતી. 

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, સુરેશ રૈના, મનીષ પાંડે, રૂષભ પંત, દિનેશ કાર્તિક, વોશિંગટન સુંદર, વિજય શંકર, જયદેવ ઉનડકટ, શાર્દુલ ઠાકુર. 

બાંગ્લાદેશ ટીમઃ તમિમ ઇકબાલ, સૌમ્ય સરકાર, મહમદુલ્લાહ, મુશ્ફિકુર રહીમ, લિટન દાસ, શબિર રહેમાન, મહેદીહસન, નુજમલ ઇસ્લામ, રૂબેલ હુસૈન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન. 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close