IPL 2018: આજે શાનદાર ફોર્મમાં રહેલી અશ્વિન સેના સામે દિલ્હીની ટક્કર

પાંચમાંથી ચાર મેચમાં પરાજય મેળવ્યા બાદ દિલ્હીએ ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે પંજાબ સામે જીત મેળવવી જરૂરી છે. 

 

IPL 2018: આજે શાનદાર ફોર્મમાં રહેલી અશ્વિન સેના સામે દિલ્હીની ટક્કર

નવી દિલ્હીઃ આઈપીએલની 11મી સીઝનના 22માં મેચમાં દિલ્હી ડેયરડેવિલ્સની ટીમ પોતાના ઘરમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે ટકરાશે. સોમવારે ફિરોજ શાહ કોટલા મેદાન પર આ મુકાબલો રાત્રે 8 કલાકે શરૂ થશે. 5 મેચમાંથી 4 મેચ હારી ચુકેલી દિલ્હીના ખાતામાં માત્ર બે અંક છે અને તે પોઈન્ટ ટેબલમાં અંતિમ સ્થાને છે. અંતિમ બે મેચમાં દિલ્હીનો પરાજય થયો છે. શનિવારે બેંગલોર સામે તેનો છ વિકેટે પરાજય થયો હતો. 

દિલ્હી માટે રિષભ પંત ફોર્મમાં છે, જ્યારે એક મેચમાં શાનદાર બેટિંગ કર્યા બાદ રોય નિષ્ફળ રહ્યો છે. તે સિવાય કેપ્ટન ગૌતમ ગંભીર અને અન્ય બેટ્સમેન સંઘર્ષ કરતા જોવા મળી ર્યાં છે. બોલિંગમાં ટ્રેન્ટ બોલ્ડ 7 અને રાહુલ તેવટિયા 6 વિકેટ ઝડપી ચુક્યા છે. જ્યારે અન્ય બોલરોને સફળતા મળી નથી. 

બીજીતરફ કિંગ્સ ઈલેવન પંજાબ 5માંથી 4 મેચમાં વિજય મેળવી ચુક્યું છે. આ લિગમાં પંજાબની ટીમે પ્રથમ મેચમાં દિલ્હીને 6 વિકેટે હરાવ્યું હતું અને તે આ મેચમાં પોતાનું પ્રદર્શન બરકરાર રાખવા મેદાને ઉતરશે. દિલ્હી માટે સૌથી મોટી ચિંતા ક્રિસ ગેલ છે. ગેલનું બેટ રનના ઢગલા કરી રહ્યું છે. અંતિમ ત્રણ મેચમાં 63, અણનમ 104 અને અણનમ 62 રન બનાવ્યા છે. 

ગેલના આક્રમક પ્રદર્શનને કારણે પંજાબે પોતાની અંતિમ ત્રણ મેચમાં વિજય મેળવ્યો છે. ગેલે ત્રણ મેચમાં 229 અને લોકેશ રાહુલ પાંચ મેચોમાં 213 રન બનાવી ચૂક્યો છે. બોલિંગમાં કેપ્ટન અશ્વિન 5 અને એડ્રયૂ ટાય અત્યાર સુધી 7 વિકેટ ઝડપી ચૂક્યો છે. 

બંન્ને ટીમો
દિલ્હી ડેયરડેવિલ્સઃ ગૌતમ ગંભીર (કેપ્ટન), જેસન રોય, પૃથ્વી શો, શ્રેયસ અય્યર, મંજોત કાલરા, કોલિન મુનરો, ઋૃષભ પંત, નમન ઓઝા, ક્રિસ મોરિસ, ગ્લેન મેક્સવેલ, વિજય શંકર, ડેનિયલ ક્રિસ્તિયન, ગુરકીરત સિંહ માન, જયંત યાદવ, મોહમ્મદ શમી, ટ્રેન્ટ બોલ્ટ, અભે ખાન, હર્ષલ પટેલ, સયન ઘોષ, અમિત મિશ્રા, શાહબાજ નદીમ, રાહુલ તેવતીયા, અભિષેક શર્મા, સંદીપ લામિચાને. 

કિંગ્સ ઈલેવન પંજાબઃ યુવરાજ સિંહ, ક્રિસ ગેલ, એરોન ફિન્ચ, અક્ષર પટેલ, કેએલ રાહુલ, એડ્રયૂ ટાઇ, ડેવિડ મિલર, માર્કસ સ્ટોઇનિસ, કરૂણ નાયર, મયંક અગ્રવાલ, મનોજ તિવારી, અક્ષદીપ નાથ, આર. અશ્વિન, મોહિત શર્મા, બરિંદર સરન, બેન ડ્વૌર્શુઇસ, અંકિત રાજપૂત, મયંક ડાંગર, પ્રદીપ સાહૂ, મંજૂર અહમદ ડાર. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news