IPL 2018 : જ્યારે ધોની ફટકારતો હતો સિક્સ, ફેન્સે કરી દીધું સાક્ષીને પ્રપોઝ

ધોનીની ઈનિંગ દરમિયાન એક ફેને માહીની માફી માંગતા સાક્ષી ધોનીને પ્રપોઝ કરી દીધો. 

IPL 2018 : જ્યારે ધોની ફટકારતો હતો સિક્સ, ફેન્સે કરી દીધું સાક્ષીને પ્રપોઝ

મોહાલીઃ પંજાબ અને ચેન્નઈ વચ્ચે રમાયેલી આઈપીએલની 12મી મેચમાં ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાના રંગમાં જોવા મળતા શાનદાર બેટિંગ કરી હતી. ધોનીએ પોતાની કમરમાં દુખાવા છતા 44 બોલમાં શાનદાર 79 રન બનાવ્યા જેમાં 47 રન માત્ર અંતિમ ચાર ઓવરમાં બનાવીને પંજાબ અને ફેન્સના હોંશ ઉડાવી દીધા હતી. 198 રનના ટાર્ગેટનો પીછો કરતા ધોની પોતાની ટીમનો સ્કોર 193 રન સુધી પહોંચાડી શકતા તેની ટીમનો ચાર રને પરાજય થયો હતો. તેમછતાં ધોનીએ તમામના દિલ જીતી લીધા હતા. 

જ્યાં ધોની મેદાનમાં એક બાજુ ફટકાબાજી કરી રહ્યો હતો ત્યારે એક ફેન્સે અજીબ કામ કરી દીધું. ધોનીની ઈનિંગ દરમિયાન એક ફેન્સે માહીની માફી માંગતા સાક્ષી ધોનીને પ્રપોઝ કરી દીધું. આ ફેન્સના હાથમાં એક પોસ્ટર હતું જેના પર લખ્યું હતું, 'સોરી માહી ભાઇ, બટ આઇ લવ યૂ સાક્ષી ધોની.' ફેનની આ પોસ્ટર પકડેલી તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. 

A post shared by Cricket, MSD, MahiRat Maniac ✨ (@welcome_to_msd_city) on

આ મેચમાં હંમેશાની જેમ માહીની પત્ની સાક્ષી પણ હાજર હતી, તે તેના પતિને પ્રોત્સાહિત કરી રહી હતી. આ મેચમાં અનેક ચડાવ-ઉચાર જોવા મળ્યા જે ન માત્ર સાક્ષીના ચહેરા પર પરંતુ પંજાબની માલિક પ્રીતિ ઝિંટાના ચહેરા પર પણ દેખાતા હતા. 

મેચ દરમિયાન ધોનીને થયો પીઠનો દુખાવો
મેચમાં પીઠમાં દુખાવા છતા ધોનીએ શાનદાર બેટિંગ કરી, તેણે મેદાનની ચારે તરફ શોટ ફટકાર્યા હતા. અંતિમ ઓવરોમાં ધોનીનું દર્દ તેના ચહેરા પર જોવા મળતું હતું. ચેન્નઈની હાર છતા ધોનીની ઈનિંગે તમામનું દિલ જીતી લીધું હતું. ફેન્સ સિવાય ઘણા દિગ્ગજોએ ધોનીની પ્રશંસા કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news