IPL 2018: મુંબઈ અને પંજાબ માટે 'કરો યા મરો' મુકાબલો

મુંબઈ અત્યારે 10 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર છે. પંજાબ 12 અંક સાથે પાંચમાં સ્થાને છે. 

 

IPL 2018: મુંબઈ અને પંજાબ માટે 'કરો યા મરો' મુકાબલો

મુંબઈઃ યજમાન મુંબઈ અને ખરાબ ફોર્મમાં ચાલી રહેલી પંજાબ આઈપીએલ 2018ના કરો યા મરો મુંકાબલામાં આજે આમને-સામને હશે. બંન્ને ટીમો માટે ટૂર્નામેન્ટમાં અસ્તિત્વ ટકાવવા માટે આ અંતિમ ચાન્સ હશે. સતત મેચ જીત્યા બાદ મુંબઈની પ્લેઓફમાં પહોંચવાની દાવેદારી પ્રબળ થઈ ગઈ હતી પરંતુ રવિવારે રાજસ્થાન સામે મળેલી હાર ટીમ માટે ઘાતક બની છે. પંજાબ પાંચ મેચમાંથી ચારમાં પરાજય મેળવ્યા બાદ 12 અંક સાથે પાંચમાં સ્થાન પર છે. મુંબઈએ આજે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કર્યા બાદ પંજાબના વિજયરથ પર બ્રેક લાગી ગઈ છે. 

અંતિમ મેચમાં કેપ્ટન રોહિત શર્મા સહિત મુંબઈનું મિડલ ઓર્ડર ફ્લોપ રહ્યું હતું. માત્ર સૂર્યકુમાર યાદવ અને એવિન લુઈસે સારૂ પ્રદર્શન કર્યું હતું. આ બંન્ને પાસે મુંબઈને આજે સારૂ શરૂઆત અપાવવાની આશા રહેશે. 

રોહિત શર્મા આ આઈપીએલમાં એક ઈનિંગ સિવાય અન્ય મેચમાં મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે. પંડ્યા બ્રધર્સ પાસે પણ ટીમને સારા પ્રદર્શનની આશા છે. ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે મુંબઈના બોલરોએ પણ સારૂ પ્રદર્શન કરવું પડશે. 

પંજાબની ટીમ ટૂર્નામેન્ટમાં બીજા ભાગમાં ખરાબ ફોર્મમાં છે અને તેણે મુંબઈ સામે વિજય મેળવવા તમામ ડિપાર્ટમેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે. ઓપનિંગમાં ગેલ અને રાહુલ આઉટ થયા બાદ પંજાબનો કોઈપણ બેટ્સમેન ટૂર્નામેન્ટમાં મોટી ઈનિંગ રમી શક્યો નથી. અંતિમ મેચમાં તો ટીમ માત્ર 88 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

અફઘાન સ્પિનર મુજીબ ઉર રહમાનને ઈજા થતા પંબાજની ટીમનો ઝટકો લાગ્યો છે. તેવામાં અશ્વિન અને અક્ષર પર વધારાની જવાબદારી હશે. 

R Ashwin

બાકીની મેચોમાં શાનદાર પ્રદર્શન કરીશું: અશ્વિન
બેટિંગમાં ફ્લોપ રહેલી કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન અશ્વિને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, તેમના બેટ્સમેનો બાકીના બે મેચમાં શાનદાર પ્રદર્શન કરીને આઈપીએલ પ્લેઓફમાં જગ્યા નક્કી કરવામાં મદદ કરશે. પ્રથમ બેટિંગ કર્યા બાદ માત્ર 88 રનમાં આઉટ થયા બાદ પંજાબને 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. 

અશ્વિને મેચ બાદ સંવાદદાતાઓને કહ્યું, અમે અંતિમ બે મેચ ભૂલિને આગામી મેચ જીતવા પર ધ્યાન આપી રહ્યાં છીએ. પંજાબે તેના બે મેચ મુંબઈ અને ચેન્નઈ વિરુદ્ધ ક્રમશઃ 16 મે અને 20 મેએ રમવાની છે. અશ્વિનની આગેવાની હેઠળ પંજાબની ટીમે પ્લેઓફમાં પહોંચવા માટે બંન્ને મેચ જીતવી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news