'સ્વિંગના કિંગ'ની IPL-2018માં થઈ ઘર વાપસી, મળી મોટી જવાબદારી

Dhaval Gokani Dhaval Gokani | Updated: Feb 13, 2018, 03:26 PM IST
 'સ્વિંગના કિંગ'ની IPL-2018માં થઈ  ઘર વાપસી, મળી મોટી જવાબદારી
શેન વોર્નની રાજસ્થાન રોયલ્સના મેન્ટરના રૂપમાં આઈપીએલમાં વાપસી (ફાઈલ ફોટો)

નવી દિલ્હીઃ પ્રથમ સત્રમાં રાજસ્થાન રોયલ્સને ટાઈટલ અપાવનાર ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્ડ 10 વર્ષ બાદ તેજ ટીનના મેન્ટરના રૂપમાં આઈપીએલમાં પરત ફર્યો છે. શેન વોર્ન 2008માં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન અને કોચ હતો. કોઈપણ મોટા સિતારા વિના ટીમને જીત અપાવીને બધાને ચોંકાવી દીધા હતા. બે વર્ષના પ્રતિબંધ બાદ રાજસ્થાન રોયલ્સની ટીમે શેન વોર્નની વાપસીનું એલાન કરી દીધું છે. 

પોતાની વાપસી પર શેન વોર્ન ખૂબ ખુશ છે. પોતાની ખુશી વ્યક્ત કરતા વોર્ને કહ્યું, હું રાજસ્થાન રોયલ્સમાં વાપસી કરવા માટે ખુશ અને ઉત્સાહિત છું. આ ટીમનું મારા ક્રિકેટ સફરમાં વિશેષ સ્થાન છે. આ ટીમના દર્શકો તરફથી મળેલા પ્રેમથી હું ભાવવિભોર છું. 

 

 

વોર્ને કહ્યું, અમારી પાસે યુવા અને ઉત્સાહી ખેલાડીઓનો સારો સમુહ છે અને તને તેની સાથે કામ કરવાનો ઇંતજાર છે. તમને જણાવી દઈએ કે, શેન વોર્ન 2008થી 2011 સુધી રાજસ્થાનનો કેપ્ટન હતો તેણે 52 મેચમાં 56 વિકેટ ઝડપી છે. તેની સાથે મુંબઈના પૂર્વ બેટ્સમેન જુબિન ભરૂચા ટીમના ક્રિકેટ પ્રમુખ હશે. 

રાજસ્થાન રોયલ્સના માલિસ મનોજ બદાલેએ કહ્યું, તે ખેલના લેજન્ડ છે અને રાજસ્થાન રોયલ્સ માટે તેની ઉપલબ્ધિ અપ્રતિમ છે. અમને સંકટના સમયમાં પણ અમારો સાથ આપનારા પ્રશંસકો માટે તેને પરત લાવ્યા છીએ. ટીમમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્વીવ સ્મિથ અને ભારતીય બેટ્સમેન રહાણે પણ છે. 

ઉલ્લેખનીય છે કે આઈપીએલની આગામી સીઝન 7 એપ્રિલથી શરૂ થવાની છે.