રોમાંચક મેચમાં રાજસ્થાનનો 3 વિકેટથી વિજય: મુંબઇનો રકાસ

રાજસ્થાન રોયલ્સે 168 રનનો ટાર્ગેટ 19.4 ઓવરમાં જ 7 વિકેટનાં નુકસાને લક્ષ્યાંક પ્રાપ્ત કર્યું હતું

રોમાંચક મેચમાં રાજસ્થાનનો 3 વિકેટથી વિજય: મુંબઇનો રકાસ

જયપુર  : રાજસ્થાન રોયલ્સે મુંબઇ ઇન્ડિયન્સને આઇપીએલ સીઝન -11ની 21મા મેચમાં 3 વિકેટથી પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા મુંબઇ ઇન્ડિયન્સની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. 167 રન બનાવ્યા અને રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને જ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો. 
સંજૂ સેમસન (52)ની શાનદાર અર્ધશતક અને બેન સ્ટોક્સ (40)નાં ઉપયોગી રમત બાદ કૃષ્ણપ્પા ગૌતમબાદ 11 બોલ પર અણનમ 33 રનની મેચ વિજયી રમતનાં દમે રાજસ્થાન રોયલ્સે રોમાંચક મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો હતો. 

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નાં 11માં સત્રની 21મી મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઇ ઇન્ડિયનને 3 વિકેટથી હરાવી દીધું. ખુબ જ રોમાંચક મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે 5 વિકેટ પર 167 રન બનાવ્યા હતા. જવાબમાં બે બોલ બાકી હતી ત્યારે કૃષ્પ્પા ગૌતમનાં છગ્ગા સામે જીત દાખલ કરી હતી. 

રાજસ્થાનની ખરાબ શરૂઆત, ઓપનર સસ્તામાં આઉટ
168 રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા માટે ઉતરેલી રાજસ્થાન રોયલ્સ ટીમની શરૂઆત સારી નથી રહી. આ સત્રમાં પહેલીવાર ઓપનિંગ કરવા માટે ઉતરેલ રાહુલ ત્રિપાઠી (9)નાં સ્વરૂપે રાજસ્થાને પહેલી વિકેટ પડી હતી. તેને કૃણાલ પંડ્યાએ સુર્યકુમાર પંડ્યાએ સુર્યકુમારનાં હાથમાં કેચ આઉટ કરાવ્યા હતા. ટીમ હજી સ્થિર થાય પહેલા જ મિશેલ મેકલેઘને કેપ્ટન રહાણે (14)ને કૃણાલ પંડ્યાનાં હાથમાં કેચ અપાવી દીધો હતો. આ વિકેટ 38 રન પર ટીમ સ્કોર પર પડી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news