IPL 2018: દિલ્હી સામે કોલકત્તાનો 71 રને ભવ્ય વિજય

કોલકત્તાએ દિલ્હીને 71 રને પરાજય આપ્યો છે. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: Apr 16, 2018, 11:29 PM IST
 IPL 2018: દિલ્હી સામે કોલકત્તાનો 71 રને ભવ્ય વિજય
ફોટો સાભારઃ PTI

કોલકત્તાઃ આઈપીએલની 13મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે શાનદાર પ્રદર્શન કરતા દિલ્હી ડેરડેવિલ્સને 71 રને પરાજય આપ્યો છે. દિલ્હીની ટીમ માત્ર 129 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

દિલ્હીએ આપેલા 201 રનનો લક્ષ્ય હાસિલ કરવા માટે કોલકત્તા તરફથી જેસન રોય અને કેપ્ટન ગંભીરે ઈનિંગની શરૂઆત કરી હતી. પરંતુ આ પહાડી લક્ષ્ય સામે કેકેઆરની શરૂઆત ખરાબ રહી હતી. ગત મેચનો હીરો જેસન રોય પ્રથમ ઓવરમાં સ્ટમ્પ આઉટ થયો હતો. તેને ચાવલાએ આઉટ કર્યો હતો. ત્યારબાદ શ્રેયસ અય્યૈર માત્ર ચાર રન બનાવી રસેલનો શિકાર બન્યો હતો. કેપ્ટન ગંભીર ફરી એક વખત મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહેતા તે શિવમ માવીની બોલિંગમાં 8 રને બોલ્ડ થયો હતો. માવીની આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વિકેટ છે. 

ગંભીરના આઉટ થયા બાદ મેક્સવેલ બેટિંગમાં આવ્યો હતો. તેણે અને પંતે મળીને ટીમનો સ્કોર 86 રન સુધી પહોંચાડ્યો હતો. ત્યારે શાનદાર ફોર્મમાં દેખાતો પંત 26 બોલમાં 43 રન બનાવી આઉટ થયો. તેણે 7 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ટીમનો કુલ સ્કોર 97 રન હતો ત્યારે તેવટિયા માત્ર 1 રને આઉટ થયો. મેક્સવેલ આઉટ થતા કોલકત્તાની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું. મેક્સવેલે પોતાની 47 રનની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તે કુલદીપ યાદવની બોલિંગમાં કેચઆઉટ થયો હતો. 

ત્યારબાદ બોલિંગમાં આવેલા નરેને એક ઓવરમાં કોલકત્તાને બે ઝટકા આપીને બેકફૂટ પર લાવી દીધું હતું. તેણે મોરિસને બે રને તથા વિજય શંકર (2)ની વિકેટ ઝડપી હતી. કોલકત્તાના બોલરોનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. સુનીલ નરેને 3 ઓવરમાં 18 રન આપીને ત્રણ તથા કુલદીપ યાદવે 32 રન આપીને ત્રમ વિકેટ ઝડપી હતી. આ સિવાય કુરેનને 1, રસેલને 1, ચાવલાને 1 અને માવીને 1 સફળતા મળી હતી. 
 
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા કોલકત્તા નાઇટ રાઇડર્સે નીતીસ રાણાની અડધીસદી સિવાય આંદ્રે રસેલ અને રોબિન ઉથપ્પાની શાનદાર બેટિંગને કારણે નિર્ધારિત 20 ઓવરમાં 200/9 રન બનાવ્યા. અંતિમ ઓવરમાં રાહુલ તેવતિયાએ ત્રણ વિકેટ ઝડપી, બીજા બોલે શુભમાન ગિલ (200)ના સ્કોરે સાતમી વિકેટ પડી, પાંચમાં બોબે ચાવલા શૂન્ય અને અંતિમ બોલ પર ટોમ કુરેનની વિકેટ પડી હતી. આ સાથે કોલકત્તાએ દિલ્હીને જીતવા માટે 201 રનનો ટાર્ગેટ આપ્યો છે. 

આંદ્રે રસેલનું તોફાન, નીતીશ રાણાની ફિફ્ટી
આંદ્રે રસેલ (41 રન, 12 બોલ, 6 સિક્સ)નું તોફાન સમાપ્ત થયું જ્યારે બોલ્ટે તેને બોલ્ડ કર્યોય રસેલની તમામ સિક્સ મોહમ્મદ શમીની બોલિંગમાં આવી હતી. કોલકત્તાની પાંચમી વિકેટ 178 રનના સ્કોરે પડી હતી. ત્યારબાદ 193 રનના સ્કોર નીતીશ રાણા (59, 35 બોલ)ના રૂપમાં છઠ્ઠી વિકેટ પડી. આ વિકેટ ક્રિસ મોરિસને મળી હતી. આ પહેલા ક્રિસ લિન 31 રન બનાવી આુટ થયો હતો. કેપ્ટન કાર્તિકે 19 રન બનાવ્યા હતા. 

નરેન ફેલ, ઉથપ્પાની આક્રમક બેટિંગ
કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી ઈનિંગની શરૂઆત ક્રિસ લિન અને સુનીલ નરેને કરી હતી. પ્રથમ ઓવર બોલ્ટે મેઇડન ફેંકી હતી. આ આઈપીએલની પ્રથમ મેઇડન ઓવર 13માં મેચમાં આવી હતી. કોલકત્તાને પ્રથમ ઝટકો સાત રનના સ્કોરે લાગ્યો હતો. સુનીલ નરેન 1 રન બનાવી આઉટ થયો હતો. 

કોલકત્તા તરફતી તેવટિયાએ 18 રનમાં ત્રણ, બોલ્ટે 29 રનમાં બે, મોરિસે 41 રનમાં બે વિકેટ ઝડપી હતી. તથા નદીમ અને શમીને એક-એક સફળતા મળી હતી. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close