લસિથ મલિંગાએ આપ્યો નિવૃતીનો સંકેત, વિશ્વના બેટ્સમેનો લેશે રાહતનો શ્વાસ

શ્રીલંકાના ફાસ્ટ બોલર મલિંગાને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સે મેન્ટર નિયુક્ત કર્યો છે. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: Feb 8, 2018, 06:38 PM IST
 લસિથ મલિંગાએ આપ્યો નિવૃતીનો સંકેત, વિશ્વના બેટ્સમેનો લેશે રાહતનો શ્વાસ
વિશ્વમાં મલિંગાને યોર્કર બોલ માટે સૌથી ખતરનાક માનવામાં આવે છે (ફાઈલ ફોટો)

સેન્ટ મૌરિત્જ (સ્વિટ્ઝર્લેન્ડ): શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો સંકેત આપતા કહ્યું કે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી માનસિક રૂપે થાકી ગયો છે. હવે તેનું આઈપીએલ કેરિયર પણ પુરૂ થઈ ગયું છે. મલિંગાને મુંબઈ ઈન્ડિયન્સે બોલિંગ મેન્ટર બનાવ્યો છે. તે છેલ્લા 10 વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સનો અભિન્ન અંગ રહ્યો છે. તેણે મુંબઈ તરફથી 110 મેચ રમી છે. મલિંગાએ અહીં સેન્ટ મૌરિત્જ આઇસ ક્રિકેટ ચેલેન્જમાં વાત કરતા કહ્યું, માનસિક રીતે હવે ક્રિકેટ રમીને થાકી ગયો છું. મને નથી લાગતું કે હવે હું ઈન્ટરનેશનલ ક્રિકેટ રમીશ. 

તેણે કહ્યું, મેં શ્રીલંકા ક્રિકેટ સાથે હજુ વાત કરી નથી, પરંતુ હું પરત ફરીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમીશ અને જોઈશ કે શરીર કેટલી પરવાનગી આપી છે. હવે મારૂ આઈપીએલ કેરિયર પુરૂ થઈ ગયું છે અને મુંબઈ ઈન્ડિયન્સ સાથે નવી ઈનિંગની શરૂઆત કરવાની છે. મલિંગાને ખ્યાલ છે કે ખચોખચ ભરેલા વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈની જર્સી પહેરીને આ મેદાનમાં ન ઉતરવું મુશ્કેલ હશે, પરંતુ તેને ખ્યાલ આવી ગયો  કે તેનો સમય પુરો થઈ ગયો છે. તેણે કહ્યું, દરેકને સંકેત મળે છે વસીમ અકરમ જેવા મહાન બોલરને પણ સંકેત મળી ગયો હતો કે તેનો સમય હવે પુરો થઈ ગયો છે. 

તેણે કહ્યું મને રિટેઈન ન કરવાના નિર્ણયથી હું ચોંક્યો ન હતો. મુંબઈની સાથે દસ વર્ષ સારા પસાર થયા, પરંતુ આ વખતે ટીમ માલિકોએ મારી સાથે વાત કરી અને આગળની રણનીતિ જણાવી. તેઓ આગામી ત્રણ વર્ષ માટે સારી ટીમ બનાવવા માંગતા હતા. હું પણ સમજતો હતો કે પ્રતિસ્પર્ધાત્મક ક્રિકેટમાં મારો સમય પસાર થઈ ગયો છે. 

વિશ્વના વધુમાં વધુ બેટ્સમેનો લસિથ મલિંગાના ખતરનાક યોર્કર બોલથી ડરી જતા હતા. ખુદ વિરાટ કોહલી સ્વીકાર કરી ચુક્યો છે કે ઘણીવાર મલિંગાના યોર્કરનો જવાબ તેની પાસે ન હતો.