ધોનીએ પત્નીને પહેરાવ્યા સેન્ડલ, સોશિયલ મીડિયા પર તસ્વીર વાયરલ
કેપ્ટન કૂલના નામથી જાણીતા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક તસ્વીરમાં પોતાની પત્ની સાક્ષીને સેન્ડલ પહેરાવવામાં મદદ કરતો જોવા મળી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર કૂલ અંદાજમાં રહેવા માટે જાણીતા મહેન્દ્ર સિંહ ધોની ભારતનો સૌથી સફળ કેપ્ટન છે. તેનો વ્યવહાર પણ ખૂબ સરળ છે. ક્રિકેટના મેદાન પર પણ તેના ચહેરા પર વધુ ગુસ્સો કે નારાજગી હોતી નથી. એકવાર ફરી તેણે એવું કામ કર્યું છે, તેના ફેન્સ ઘણા ખુશ થશે. કેપ્ટન કૂલના નામથી જાણીતા પૂર્વ કેપ્ટન ધોની એક તસ્વીરમાં સાક્ષીને સેન્ડલ પહેરાવવામાં મદદ કરતો જોવા મળી રહ્યો છે.
ધોનીને તે વાતની ચિંતા નથી કે, લોકો તેના વિશે છું વિચારશે. સાક્ષીએ ઇંસ્ટાગ્રામ પર કેટલાક ફોટો પોસ્ટ કરતા લખ્યું, તમે સેન્ડલ માટે પૈસા આપ્યા છે તો તેને પહેરાવી પણ દો.
ધોની હાલના સમયમાં ક્રિકેટથી દૂર છે અને પરિવારની સાથે સમય પસાર કરી રહ્યો છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. હાલમાં તેણે પોતાની પુત્રી જીવા સાથે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે તેની સાથે ડાંસ કરી રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 ઈન્ટરનેશનલ સિરીઝમાં ધોનીને સામેલ ન કરવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર તેના સ્થાન પર દિનેશ કાર્તિક અને રિષભ પંતને મહત્વ આપવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે