આફ્રિકામાં મિતાલીનું રાજ, મહિલા ટીમે પ્રથમ ટી20માં સાત વિકેટે મેળવી જીત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મંગળવારે અહીં દક્ષિણ આફ્રિકાને પ્રથમ ટી20 મેચમાં સાત વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: Feb 13, 2018, 09:45 PM IST
 આફ્રિકામાં મિતાલીનું રાજ, મહિલા ટીમે પ્રથમ ટી20માં સાત વિકેટે મેળવી જીત
વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજ આ ઈનિંગમાં અણનમ રહી હતી (ફોટોઃ સીએએસ)

પોટચેફસ્ટમઃ બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ઓપનિંગ બેટ્સમેન મિતાલી રાજની અણનમ અર્ધસદીની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મંગળવારે દક્ષિણ આફ્રિકાને પ્રથમ ટી20માં સાત વિકેટે પરાજય આપીને પાંચ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. વનડે શ્રેણી 2-1થી જીતનાર ભારતે 165 રનનો ટાર્ગેટ મિતાલીના અણનમ 54 રનની મદદથી 18.5 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે મેળવી લીધો હતો.  

મિતાલીએ 48 બોલની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગો ફટકાર્યો હતો. તેણે સ્મૃતિ મંધાના સાથે પ્રથમ વિકેટ માટે 47 અને જેમિમા રોડિગેજ સાથે ત્રીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ મિતાલી અને વેદા કૃષ્ણામૂર્તિ (અણનમ 37) સાથે ચોથી વિકેટ માટે 5.2 ઓવરમાં 52 રનની ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી. વેદાએ 22 બોલમાં ત્રણ સિક્ટ અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. 

આ પહેલા આફ્રિકાએ પોતાના ઓપનિંગ બેટ્સમેન અને કેપ્ટન ડેન વાર્ન નીકર્કના 38, ક્લો ટાયરનના અણનમ 32 અને મિગનોનના 31 રનની મદદથી ચાર વિકેટે 164 રન બનાવ્યા હતા. ભારત તરફથી અનુજા પાટિલ સફળ બોલર રહી હતી તેણે 23 રન આપીને બે વિકેટ ઝડપી હતી. 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close