INDvsENG: વનડે શ્રેણીમાં ધોનીના નિશાને ઘણા મોટા રેકોર્ડ

ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણીનો ગુરૂવારથી પ્રારંભ થશે. 

INDvsENG: વનડે શ્રેણીમાં ધોનીના નિશાને ઘણા મોટા રેકોર્ડ

નોટિંઘમઃ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની નજર ઈંગ્લેન્ડ વિરુદ્ધ ગુરૂવારથી શરૂ થઈ રહેલી ત્રમ મેચોની વનડે શ્રેણી દરમિયાન કેટલાક નવા રેકોર્ડ બનાવવા પર ટકેલી છે જેમાં આ ફોર્મેટમાં 10,000 રન પૂરા કરીને વિશ્વના 12માં બેટ્સમેન બનવા પર છે. 

ધોનીએ અત્યાર સુધીમાં 318 વનડેમાં 9967 રન બનાવ્યા છે અને તેને 10 હજાર રનની વિશિષ્ટ ક્લબમાં સામેલ થવા માટે માત્ર 33 રનની જરૂર છે. જો તેને બેટિંગ કરવાની તક મળશે તો ટ્રેન્ટબ્રિજમાં જ આ સિદ્ધિ મેળવી શકે છે. અત્યાર સુધીમાં ત્રણ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીએ વનડેમાં 10 હજાર રન બનાવ્યા છે. ધોનીએ ભારત તરફથી 9793 અને એશિયા ઇલેવન તરફથી 174 રન બનાવ્યા છે. 

ધોની સિવાય આ ક્લબમાં કેપ્ટન વિરાટ કોહલી પણ જલ્દીથી સામેલ થઈ શકે છે. કોહલીના નામે અત્યારે 208 મેચમાં 9588 રન નોઁધાયેલા છે અને તેને દસ હજાર પૂરા કરવા માટે 412 રનની જરર છે. પરંતુ તેના માટે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં આ મુકામે પહોંચવાનું મુશ્કેલ છે. 

જ્યાં સુધી ધોનીનો સવાલ છે તો દસ હજાર રન સિવાય તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સર્વાધિક રન બનાવનાપ બેટ્સમેન પણ બની શકે છે જે માટે તેને 98 રનની જરૂર છે. આ બંન્ને દેશો વચ્ચે વનડેમાં સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ અત્યારે યુવરાજ સિંહ (1523)ના નામે છે. ધોની 1425 રન બનાવીને ત્રીજા સ્થાને છે. સચિને 1455 રન બનાવ્યા છે જ્યારે વિરાટે (921 રન) ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક હજાર રન પૂરા કરી શકે છે. 

વિકેટકીપિંગમાં પણ ધોની નવી સિદ્ધિ મેળવી શકે છે. તેને વિકેટ પાછળ 300 કેચ પૂરા કરવામાં માત્ર 3 કેચની જરૂર છે. તેણે અત્યાર સુધી 297 કેચ ઝડપ્યા છે. વિશ્વ ક્રિકેટમાં વનડેમાં અત્યાર સુધી માત્ર એડમ ગિલક્રિસ્ટ (417), માર્ક બાઉસર (402) અને કુમાર સાંગાકારા (383) એજ 300થી વધુ કેચ ઝડપ્યા છે. ધોનીએ વનડેમાં 107 સ્ટંપ પણ કર્યા છે અને આ રીતે તેના નામે 404 શિકાર નોંધાયેલા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news