સિંધુ જીતી, જાપાન સામે હારીને પણ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યું ભારત

 સિંધુ જીતી, જાપાન સામે હારીને પણ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યું ભારત

એલોર સેતાર (મલેશિયા) - ભારતીય મહિલા બેન્ડમિન્ટન ખેલાડી બેન્ડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપમાં જાપાન સાથે 1-4થી હારીને પણ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતીય ખેલાડીઓમાંથી માત્ર પીવી સિંધુએ જીત મેળવી. તેણે વિશ્વની નંબર-2 ખેલાડી અકાને યામાગુચીને સિધા સેટમાં હરાવી. આ હાર છતા ભારતીય મહિલા અને પુરૂષ ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. 

ભારતીય ટીમ ગ્રુપ ડબ્લ્યૂમાં બીજા સ્થાને રહી હતી, જેણે એક મેચ જીતી એક હારી. સિંધુના નેતૃત્વવાળી ટીમે હોંગકોંગને 3-2થી પરાજય આપ્યો હતો. પુરૂષ ટીમ ફિલીપીન અને માલદીવ સાથે 5-0થી હારીને પણ અંતિમ આઠમાં પહોંચી ગયું છે. ભારતીય પુરૂષ ટીમનો સામનો હવે ઈન્ડોનેશિયા સામે થશે. 

ઓલંમ્પિકની સિલ્વર મેડલ વિજેતા સિંધુએ યામાગુચીને 21-19, 21-15થી હરાવી. હવે તેનો યામાગુચી વિરુદ્ધ રેકોર્ડ 5-3નો થઈ ગયો છે. ભારતની શ્રીકૃષ્ણા પ્રિયાને કો દુનિયાની 13માં નંબરની ખેલાડી સયાકા સાતોએ 21-12, 21-10થી હરાવી. અશ્વિની પોનપ્પાને વિશ્વની 16માં ક્રમાંકિત ખેલાડી અયા ઓહોરીએ  21-14, 21-12 પરાજય આપ્યો. 

ડબલ્સમાં સંયોગિતા ધોરપડે અને પ્રાજક્તા સાવંતને શિહો તનાકા અને કોહારૂ યોનેમોતોએ 21-17, 21-17 પરાજય આપ્યો. જ્યારે એન સિક્કી રેડ્ડી અને પોનપ્પાને મિસાકી મત્સુતોમો અને અયાકા તકાહાશીએ 21-18, 21-18થી પરાજય આપ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news